SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ વીતરાગતા અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ એ નિષ્ક્રિય નહોતા રહ્યા. રાજભવનમાં રહીને પરહિત / લોકહિતની વાતો કરવી વ્યર્થ હિત લોકબિર લાગતાં એમણે સ્વજનોનો વ્યાપ વધારવા, પ્રાણી માત્રના કલ્યાણની વાત વિચારવા / અમલમાં લાવવા દીક્ષા લીધી. સાડાબાર વર્ષ સુધી અનેક ઉપસર્ગો સહીને પણ એને આત્મતત્ત્વની ઓળખ મેળવી જ. પોતાનું સ્વરૂપ ઓળખવા માટે એમણે ખૂબ કઠીન પરિક્ષાઓ પસાર કરી. વિરોધી / દુશ્મનો ઉપસર્ગો પ્રત્યે પણ વૈરભાવ / દ્વેષભાવ ન જગાવતાં સમભાવ ધારણ કર્યો. સાધના દ્વારા પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ ફક્ત પોતાના માટે જ ન રાખતાં સમાજ હિત માટે વહેતી કરી. એમનાં મનની ભાવના કેટલી ઉદાત્ત કે એમણે પોતાની દિગ્ધ ઉપદેશ લોકોની બોલીમાં આપ્યો અને જેનાથી આચાર શુદ્ધિ ગણીને વ્યક્તિ સુધાર દ્વારા સમાજ સુધારનો માર્ગ કાયમ કર્યો. એમનાં ઉપદેશમાં જગતનાં સ્વરૂપની વ્યાખ્યા, આત્મવિકાસના માર્ગનું પ્રતિપાદન, આત્મા અને કર્મની વિસ્તૃત છણાવટ, વ્યક્તિ અને સમાજનાં વિકાસની વાતો તેમજ હિંસા - અહિંસાનું વિવેકભાન વગેરેનું વિવેચન કરવામાં આવ્યું છે. ભગવાન મહાવીરે તત્વ અને ધર્મના વાસ્તવિક સ્વરૂપની વ્યાખ્યા કરીને આત્મકલ્યાક્ષનો માર્ગ સર્વે માટે ખૂલ્લો મૂક્યો હોવાથી આપણે એમને વ્યક્તિ / માનવ તરીકે નહીં પણ વિચાર રૂપે ઓળખીએ છીએ. એમણે સર્વેને સમાન ગણ્યા - પ્રાણી માત્રનો ભેદ નહોતો રાખ્યો. મહાવીરનાં ઉપદેશની વૈચારિક ક્રાંતિ બૌદ્ધિક, ધાર્મિક, આર્થિક, સામાજીક અને રાજનૈતિક જીવનને સંપૂર્ણ રીતે અસર કરે છે. એમને બીજાઓની પીડા, દુઃખ, તકલીફોને નીવારવાનો જે માર્ગ સાધનાનાં ઉગ્રક્રમ બાદ મળ્યો હતો તેને પોતાના પૂરતો જ ન રાખતાં ઐીએ બધા માટે ખૂલ્લો મૂક્યો એમના ઉપદેશનો આ પરિશ્રમમાં એમની બીજાઓ પ્રત્યેની આત્મીયતાનાં દર્શન થાય છે. નિઃસ્વાર્થનાનું ઉમદા ઉદાહરણ એમણે પૂરું પાડેલ છે. સ્વાર્થીપણું આપણા જેવાનો જીવનમાં હોય છે. જો આપણા જીવનમાં બીજાનું દુઃખ આપણું ન લાગતું હોય તો આપણે સમજી લેવું જોઈએ કે આપણે અધર્મનું આચરણ કરી રહ્યા છીએ, બીજાની વેદનાને પોતાની રામજી એના પ્રત્યે જાગૃત જવાબદારીનો અહેસાસ થાય, એ જવાબદારી નીભાવીએ નહીં તો ધાર્મિક ક્રિયાકાંડી. એ નર્યો દ્રુમ / પાખંડ જ છે. ધાર્મિકતાની મૂળભૂમિ સદનનાં પાંચ અંગોમાં સમભાવ અને કરૂણાને સૌથી વધુ મહત્વનાં ગણવામાં આવ્યા છે. આ સમભાવની સામાજીક દૃષ્ટિએ અર્થ કરીએ તો બીજાને પોતાના જેવા જ – સમ સમજવા, કેમકે અહિંસા અને - લોકકલ્યાણની આંતરભાવનાનો મૂળ ઉદ્ગમ જ આ છે. આચારાંગ સૂત્રમાં આવે છે ને કે જે રીતે હું જીવવા માંગું છું, અને મરવાનું પસંદ કરતો નથી. એજ રીતે સંસારનાં દરેક પ્રાણી મૃત્યુથી ડરે છે અને જીવવાની ઈચ્છા રાખે છે. જેમ હું સુખ ઈચ્છું છું એમ જ બધા શ્રીમદ્ જ્યૂસના અનનોધ ગુજરાતી વિશ્ Jain Education International ૫૪ પણ સુખ જ ઈચ્છે છે. ના જ દૃષ્ટિથી અહિંસા, ધર્મ અને નૈનિકતાનો વિકાસ થતો રહે છે. સક્શન ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે સર્વે પ્રત્યે સમભાવ આવે. બીજાની પીડા / દુઃખ પોતીક લાગે – જ્યારે બીજાની પીડા પોતાની બની જાય ત્યારે આપોઆપ સેવાભાવનાનો ઉદય થાય છે. સ્વયં પ્રકટ થયેલી આ સેવામાં સ્વાર્થભાવ નથી એનો. સર્જનની પ્રાપ્તિથી ઉત્પન્ન થયેલી આત્મવત્ દૃષ્ટિ હિંસક બુદ્ધિનો નાશ કરી દે છે અને સેવાભાવના સહજ સ્વીકાર્ય સાધના બની રહે છે. આજે જૈનધર્મને અન્ય ધર્મના લોકો વ્યક્તિનિષ્ઠ અને નિવૃત્તિપ્રધાન ગણે છે. અસામાજીક કે સ્વાર્થી ધર્મ તરીકે પણ ક્યારેક એને નિંદવામાં આવે છે. ફક્ત પોતાનું જ આત્મકલ્યાણ ક૨વાનો આગ્રહ સૈનના ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. રાગદ્વેષથી પર થવાની વાત પર ભાર મૂકીને કંઈ પરોપકાર કે લોકકલ્પાન્નની વાતનો છેદ નથી ઉડાડવામાં આવ્યો. પણ અનેક લોકો, અરે ! ક્યારેક તો ચુસ્ત જૈનો પણ આ બાબતે એવું જ સ્વીકારતા હોય છે કે રાગદ્વેષ ન કરવો એટલે કોઈની પ્રત્યે લાગણી / મોહ / પ્રેમ ન રાખવો. દયા - સેવા ભાવના અને કરૂણા - વાસણ્ય જેવા ગુણો વિકસાવવામાં આ અણસમજતાને લીધે વિશેપ પડે છે. આને લીધે એક ભ્રમણા ફેલાય છે કે જેનીઓ સ્વાર્થી છે. ફક્ત પોતાનો જ / પંડનો જ વિચાર કરવાની છૂટ આપતાં ધર્મ તરીકે એને ગણવામાં આવે છે. રાગ દ્વેષથી પર થઈએ તો જ સમભાવ આવે અને સમભાવથી ઉત્પન્ન થતી સેવા જ ખરા અર્થમાં લોક કલ્યાણકારી બની શકે. અન્યથા સેવા એ તો મેવા માટેનું સાધન બની રહે. ક્યારેક જૈનીઓને ધર્મઝનુની તરીકે પણ દર્શાવવામાં આવે છે કારણ કે સંન્યાસ | ક્રિયાકાંડો । આત્મલક્ષી વિચારો પર ખૂબ જોર આપવાથી સમભાવ / સહિષ્ણુતા અને સેવાની ભાવના ગૌણ થતી દેખાય છે. બીજાનો વિચાર નહીં કરવાનો ફક્ત પોતાનાં આત્મ સાક્ષાત્કાર માટે જ પ્રયત્નશીલ રહેવાનું આ માન્યતાને લીધે ઘણીવાર બીજા જીવોની ઉપેક્ષા થઈ જાય છે. આજે આપણી અહિંસા મારો નહીં / હશો નહીં પૂરની મર્યાદિત થતી ગઈ છે. આ નકારાત્મક ઘોષણાની ભ્રાંતિથી ગેરસમજ ફેલાવા લાગી છે. સેવાભાવ વગરની અહિંસા અને સંન્યાસ બંને નિષ્ક્રિય છે. આ ત્રણેના સુમેળથી જ પૂર્વ બની શકાશે. અહિંસા અને રવા અમિત્ર છે. અહિંસક હોવાનો બીજો અર્થ છે સેવાના ક્ષેત્રમાં સક્રિય થવું. માનવતા વગરની અહિંસા હોઈ શકે ? આમ ઘરમાં કીડી પણ ન મરવા દઈએ, પાણીને પણ ગાળ્યા સિવાય ન વાપરતા હોઈએ અને આપણા માંદા નોકરો કે અન્ય પ્રાણીઓ પ્રત્યેની માનવતા મનમાં ન ઉઠતી હોય તો એ અહિંસા શું કામની ? ક્યારેક અમુક લોકો (અનેક કારણોસર) ઝુંપડપટ્ટી વગેરેમાં પોતાનાં સ્વાર્થ માટે આગ લગાવી દેતા હોય છે. ઘી જેવા અન્ય ખાદ્ય પદાર્થોમાં માંસાહારી ભેળસેળ થતી રહે છે. તો પછી. છેતરામણી / ઉપરછલ્લી અહિંસામાં માનવતા / સેવા ભાવના ક્યાં ? નેપોલિયને વિયેના પર ચડાઈ કરી, ત્યારે વિયેના હારવાની For Private & Personal Use Only जयन्तसेन विदितवान्, करते निज उत्थान ॥ करो धर्म आराधना, छोडो विषय विकार । www.jainelibrary.org
SR No.230199
Book TitleMahavirmarg Matra Atmakalyanno j
Original Sutra AuthorN/A
AuthorGita Jain
PublisherZ_Jayantsensuri_Abhinandan_Granth_012046.pdf
Publication Year
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Ceremon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy