SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ થઈ ગયા હોવા છતાં યે મોટા પ્રમાણમાં એવા ગ્રંથો છે કે જેનાં ટિબેટન ભાષામાં લગભગ આઠસો વર્ષ પૂર્વે ભાષાંતરો થઈ ગયેલાં છે. જો કે સંસ્કૃત ભાષામાં એ ગ્રંથો મોટા ભાગે નષ્ટ થઈ ગયા છે, છતાં એનાં જે ટિબેટન ભાષાંતરો સચવાઈ રહેલાં છે તે પણ ખાસ ઉપયોગી થાય તેવાં છે. ટિબેટન ગ્રંથો સ્વતંત્ર રીતે સમજવા એ અત્યંત મુશ્કેલ કાર્ય છે. એટલે દુનિયાના વિદ્વાનો ટિએટન ગ્રંથોના મૂળ ભાગો સંસ્કૃતમાં અંશરૂપે પણ કોઈ સ્થળે મળી આવે તો તે શોધવા માટે ઘણો પરિશ્રમ કરે છે. વિશ્વના મોટા મોટા દેશોમાં ટમેટન ભાષાંતરોના સંગ્રહો છે અને અનેક વિદ્વાનો આ ગ્રંથોનું અપાર પરિશ્રમ ઉઠાવીને પણ અધ્યયન કરી રહ્યા છે. જૈન દાર્શનિક ગ્રંથોમાં વિપુલ પ્રમાણમાં ઉષ્કૃત કરેલા બૌદ્ઘ દાર્શનિક ગ્રંથોના પાઠો વિશ્વના અનેક વિદ્વાનોને આ દૃષ્ટિએ અત્યંત ઉપયોગી છે. જો તેમના ખ્યાલમાં આ વાત આવે તો વિશ્વના વિદ્વાનો જૈન દાર્શનિક સાહિત્ય તરફ આ નિમિત્તે પણ ધણા આકાઁય તેવું છે. આ વિષે અમે જૈન આત્માનંદ સભા ભાવનગરથી પ્રકાશિત થનાર નયચક ગ્રંથની પ્રસ્તાવના તથા પરિશિષ્ટ આદિમાં વિસ્તારથી જણાવ્યું છે. ટિબેટન ભાષાંતરોના અનેક સંસ્કરણો આદિ વિષે વૈશેષિક સૂત્ર કે જે ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝમાં નં૦ ૧૩૬ રૂપે પ્રકાશિત થયું છે તેના સાતમા પરિશિષ્ટમાં (પૃ૦ ૧૫૩-૧૬૬) અમે વિસ્તારથી જણાવ્યું છે. હવે મૂળ વાત ઉપર આવીએ. ધર્મસંગ્રહણીની વૃત્તિમાં (પૃ૦ ૧૨) સત્તુમ્——“ થયેલ ૨ વન નિસ્તવમાોપિતમ્। યત્તત્ત્વ નાતે નાવ વિનયી ' કૃતિ । આટલો પાઠ ઉષ્કૃત કરેલો છે. સંપાદકે અન્ય ગ્રંથને આધારે ટિપ્પણીમાં સંપૂર્ણ કારિકા નીચે મુજબ આપેલી છે बुद्धया कल्पिकया विविक्तमपरैर्यद्रूपमुल्लिख्यते बुद्धिर्नोन बहिर्यदेव च वदन् निस्तत्त्वमारोपितम् । यस्तत्त्वं जगते जगाद विजयी निःशेषदोषद्विषो वक्तारं तमिह प्रणम्य शिरसाऽपोहः स विस्तार्यते ॥ બૌદ્ધોને ત્યાં અપોહુવાદનું નિરૂપણ કરતા અનેક ગ્રંથો છે. સંસ્કૃતમાં જે કંઈ બૌદ્ધ સાહિત્ય મળે છે તેમાં તો આ કારિકા દેખાતી જ નથી, એટલે મારા પાસે જ્યારે બૌદ્ધ ગ્રંથોનાં—ખાસ કરીને દાર્શનિક બૌદ્ધ ગ્રંથોના—ટિબેટન ભાષાંતરો આવ્યાં ત્યારે તપાસ કરતાં જણાયું કે ધર્માંત્તરે રચેલા અન્યાયોહ પ્રકરણની આ પ્રથમ કારિકા છે. જાપાનની Tibetan Tripitaka Research Institute (Tokyo, Japan) તરફથી ટિએટન ભાષાંતરોના જે ૧૫૦ ભાગો (Volumes) હમણાં બહાર પડેલા છે તેમાં ૧૩૮મા ભાગમાં પૃ૦ ૭૩થી ૭૮માં આ ગ્રંથનું ટિએટન ભાષાંતર છપાયેલું છે Peking edition તરીકે જે સંસ્કરણ પ્રસિદ્ધ છે તેના ફોટાઓ ઉપરથી બ્લૉક બનાવીને આ ગ્રંથો, છાપવામાં આવેલા છે. કેટલોગના ક્રમ નંબર પ્રમાણે ૫૭૪૮ નંબરનો આ ગ્રંથ છે. ૨૫૨ B થી ૨૬૪ A ટિબેટન પાનામાં આ ગ્રંથ છે. ટ્રિએટન ભાષાંતરમાં આ સંપૂણૅ કારિકા નીચે મુજબ છે : རྟོག་བརྙས་བློ་ ཡི་གང་ གི་རང་ བཞིན་གཞན་གྱིས་དཔེན་ཕར་རབ་བསྟན་པ། ત્રે ચેન છે ચેન ટેલર્ ચ પૌત્ર એ વાળ જ છે વધુ ય ખે ત્ય ལ དེ ཉིད གསུངས པ རྣམ རྒྱལ མངའ་ བ་མ་ལུས་སྐྱོན་བྲལ་བ નપુર મદ્દ નીર્થં સટ્ટા ઇંચ ક્ષ સત્ય જ મે મે વ‰5/ ૧ દેવનાગરી લિપિમાં ટિબેટન અક્ષરો પૈકી કેટલાક અક્ષરો ન હોવાને લીધે દેવનાગરીમાં આનું યથાવત્ લિવ્યંતર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230146
Book TitleDharm sangrahani vrutti ma aavta Ek Avatarannu Tibetan Granth ne adhare Mul Sthan
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Literature
File Size370 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy