SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ આગમયુગના વ્યવહાર અને નિશ્ચયનયો : ૨૧ આગમગત આ એ દૃષ્ટિઓ જ મુખ્યરૂપે નયો તરીકે પ્રતિષ્ઠિત થઈ છે; અને તે એ દૃષ્ટિઓના આગળ જઇ પાંચ નયો, છ નયો અને સાત નયો તથા વચનના જેટલા પ્રકાર હોય તેટલા નયો એમ ભેદો કરવામાં આવ્યા છે. પણ તેના સાત ભેદો એ દર્શનયુગમાં વિશેષરૂપે માન્ય થયા છે. - (૩) નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ ત્રીજા વર્ગમાં નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ એ ચાર નિક્ષેપો અથવા એથી વધુ નિક્ષેપોનું સ્થાન છે. આમાં મુખ્યરૂપે શાબ્દિક વ્યવહારનો આધાર શોધવાની પ્રવૃત્તિ છે. નિક્ષેપો અનેક છતાં દર્શનયુગમાં અને આગમોની ટીકાઓમાં પણ ઉક્ત ચાર નિક્ષેપોને જ મુખ્ય માનવામાં આવ્યા છે. (૪) જ્ઞાનનય અને ક્રિયાનય ચોથા વર્ગમાં જ્ઞાનનય અને ક્રિયાનય, એટલે કે, જીવનમાં જ્ઞાનને મહત્ત્વ આપવાની દૃષ્ટિ અને યિાને મહત્ત્વ આપવાની દૃષ્ટિ : મૂળ આગમમાં આ એ નયો વિષે ઉલ્લેખ નથી પણ નિયુક્તિભાષ્યોમાં તે સ્પષ્ટ છે. -વિશેષા૦ ગા૦ ૩૫૯૧, ૩૬૦૦, ૩૬ ૦૧. (૫) વ્યવહાર અને નિશ્ચય અને પાંચમા વર્ગમાં ભગવતીસૂત્ર અને ખીન્ન આગમિક ગ્રંથોમાં ઉલ્લિખિત વ્યવહાર અને નિશ્ચયનયનો સમાવેશ છે. (૬) નય અને પ્રમાણ અને છેવટે નય અને પ્રમાણથી વસ્તુનો અધિગમ થાય છે—એમ મનાયું છે. આનો અર્થ એ છે કે છૂટા છૂટા દૃષ્ટિકોણોથી અર્થાત્ નયોને આધારે થતું દર્શન એ આંશિક છે; ત્યારે પ્રમાણથી કરાયેલું દર્શન પૂર્ણ છે. આમ વસ્તુતઃ જ્યારે નય અને પ્રમાણુરૂપ ઉપાયનું અવલંબન લેવામાં આવે ત્યારે જ વસ્તુના અંતિમ અને પૂર્ણ સ્વરૂપનું ભાન થાય છે. ૨. વ્યવહાર અને નિશ્ચયનય અથવા સંસ્કૃતિસત્ય અને પરમાર્થસત્ય વિશ્વને સત્ય અને મિથ્યા માનનારાં દર્શનો ભારતીય દર્શનો સ્પષ્ટ રીતે એ વિભાગમાં વહેંચાઈ જાય છે. એકમાં ખાદ્ય દૃશ્ય અને વાચ્ય વિશ્વને સત્ય માનનારાં અને ખીજામાં મિથ્યા અથવા માયિક માનનારાં છે. શાંકરવેદાંત, શૂન્યવાદ, વિજ્ઞાનવાદ આદિ દર્શનો બાહ્ય વિશ્વને મિથ્યા, માયિક, સાંવ્રુતિક કે પ્રપંચ માની તેની વ્યાવહારિક સત્તા અથવા સાંવ્રુતિક સત્તા સ્વીકારે છે; જ્યારે શૂન્ય, વિજ્ઞાન કે બ્રહ્મને પારમાર્થિક સત્ સ્વીકારે છે. આથી વિપરીત ખાદ્ય દેખાતા જગતને સત્ય માનનાર વર્ગમાં પ્રાચીન બૌદ્ધો, જૈનો, ન્યાયવૈશેષિક, સાંખ્ય, મીમાંસકો આદિ છે. દૃષ્ટિબિંદુના આ ભેદને કારણે અદ્વૈતવાદ અને દ્વૈતવાદ એવા એ ભેદોમાં સામાન્ય રીતે દર્શનોને વહેંચી શકાય છે. અદ્વૈતવાદીઓએ પોતાના દર્શનમાં સામાન્ય જનની દૃષ્ટિએ જે કાંઈ દેખાય છે તેને લૌકિક કે વ્યાવહારિક કે સાંવ્રુતિક કહ્યું, જ્યારે જ્ઞાની પુરુષની દૃષ્ટિમાં જે આવે છે તેને પારમાર્થિક, અલૌકિક કે પરમ સત્ય કહ્યું. આમાં દર્શનભેદની કલ્પનાને આધારે અપેક્ષાભેદને વિચારમાં સ્થાન આમાં વિશેષાવશ્યક ભાષ્યની ગાથાઓના અંકો મલધારી હેમચંદ્રાચાર્યકૃત ટીકાના સમજવા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230025
Book TitleAgamyug na Vyavahar ane Nischay nayo
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages24
LanguageGujarati
ClassificationArticle & Naya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy