SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ લોકવ્યવહારપરક છે અને નિશ્ચયનય એ પરમાર્થપરક છે. આ વસ્તુનો નિર્દેશ તેમણે ભગવતીત્રગત ઉદાહરણનો આધાર લઈ ને જ કર્યો છે— "लोगव्यवहारपरो ववहारो भगइ कालओ भमरो । परमत्यपरो भणइ णेच्छइओ पंचवण्णोति ॥ ” -વિશેષા॰ ગા૦ ૩૫૮૯ આચાર્ય જિનભકે કેવળ વ્યવહારને જ નહિ, પણ વૈગમને પણ લોકવ્યવહારપરક જણાવ્યો છે~~ “ નેમવવા, જો વ્યવજ્ઞાતવરા '' —વિશેષા૦ ૩૭ પણ જ્યારે ભાષ્યકાર વ્યવહારનયને લોકવ્યવહારપરક જણાવે છે અને નિશ્ચયને પરમાર્થપરક જણાવે છે ત્યારે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ કે નિયુક્તિકાળમાં તે નયોનો જે ક્ષેત્રવિસ્તાર અને અર્થવિસ્તાર થયો હતો તે પણ ભાષ્યકાળમાં ચાલુ જ છે. તે હવે આપણે જોઈશું. વ્યવહાર-નિશ્ચય અને નયો આચાર્ય જિનભદ્રે જ્યારે વ્યવહારને લોકવ્યવહારપરક કહ્યો અને નિશ્ચયનયને પરમાર્થપરક કહ્યો ત્યારે વળી તેમને તે બન્નેની એક જુદા જ પ્રકારે વ્યાખ્યા કરવાનું સૂઝયું. આપણે જાણીએ છીએ કે આચાર્ય જિનભ જૈન દર્શનને સર્વનયમય કહ્યું છે; એટલે કે જે જુદાં જુદાં દર્શનો છે તે એકેક નયને લઈ ને ચાલ્યા છે, પણ જૈન દર્શનમાં સર્વ નયોનો સમાવેશ છે. મિદ્ સપ્થળયમય નિળમલમખવનમચંત’—વિરો૦ ૭ર | તેમણે કહ્યું છે કે— " अहवेगनयमयं चिय ववहारो जं न सव्वहा सव्वं । સવ્વનયસમૂહમચં વિદ્ઘિમો નં નહામૂલં || ફ્૬૦ ||” વિશેષા સંસારમાં જે વિવિધ મતો છે તે એકેક નયને આધારે છે, તેથી તે વ્યવહારનય કહેવાય કારણ કે તેમાં સર્વ વસ્તુનો વિચાર સર્વ પ્રકારે કરવામાં આવતો નથી, પણ સર્વનયના સહરૂપ જે મત છે, એટલે કે જે જૈન દર્શન છે, તે નિશ્ચયનય છે, કારણ કે તે વસ્તુને યથાભૂતરૂપે—યથાર્થરૂપે ગ્રહણ કરે છે. આનો અર્થ એ થયો કે લોકમાં જે વિવિધ દર્શનો છે તે વ્યવહારદર્શનો છે અને જૈન દર્શન તે પારમાર્થિક દર્શન હોઈ નિશ્ચયદર્શન છે. વળી, નિશ્ચયનય જો સર્વનયોનો સમૂહ હોય તો તે પ્રમાણુરૂપ થયો અથવા તો અનેકાંત કે સ્યાદ્નાદ થયો એ પણ એનો અર્થ સમજવો જોઈએ; એટલે કે નિશ્ચયનય એ નયશબ્દથી વ્યવહુત છતાં તે સર્વનયોના સમૂહરૂપ છે. એટલે તે નય તો કહેવાય જ, છતાં પણ તેનું બીજું નામ પ્રમાણ છે, એમ દર્શનકાળમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. નયોનો શુદ્ધ-અશુદ્ધ વિભાગ આગમોની નિયુક્તિ—ભાષ્ય–ચૂર્ણિ આદિ ટીકાઓમાં વ્યવહાર–નિશ્ચયનયો દ્વારા વિચારણાનું ક્ષેત્ર વ્યાપક બન્યું છે. તેમાં દ્રવ્યાનુયોગ ઉપરાંત ચરણાનુયોગમાં પણ નિશ્ચય-વ્યવહારનો પ્રવેશ થયો છે. અને વળી નિશ્ચયનય એટલે શુદ્ઘનય એમ પણ માનવામાં આવ્યું છે. આના મૂળમાં સમગ્રનયો વિષે શુદ્ધ નય અને અશુદ્ધ નય કર્યો એવો જે વિચાર કરવામાં આવ્યો છે, તે છે. આપણે અનુયોગદ્વારની આ પૂર્વે કરેલી ચર્ચામાં જોયું છે કે તેમાં નૈગમનય ઉત્તરોત્તર અવિશુદ્ધમાંથી વિશુદ્ધ, વિશુદ્ધતર, વિશુદ્ધતમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230025
Book TitleAgamyug na Vyavahar ane Nischay nayo
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages24
LanguageGujarati
ClassificationArticle & Naya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy