SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરૈનસ્તોત્રરન્દ્રો [ ૧૪ શ્રી જનરાખી. સુરત્રાણ આવીને જેમ ફરમાવશે તેમ એની વ્યવસ્થા કરીશું એમ વિચારી ૧૫ મહિના સુધી તાબામાં રાખી. મહમ્મદશાહ સુલતાન દેવગિરિથી (દોલતાબાદથી) યોગિનીપુર દિલ્હી આવ્યા. ત્યાં પંડિતની ગોષ્ટીમાં શંકા પડતાં શાહે ગુરૂને સંભાય, દેલતાબાદથી આવેલા તાજિલમલિકે અવસર જોઈ કહ્યું કે આચાર્ય દેલતાબાદ વિરાજે છે, પરંતુ ત્યાંનું પાણી નહી સદવાથી કૃશ થઈ ગયા છે. એ જ જિનપ્રભસૂરિના પૂર્વાચાર્ય જિનપતિસૂરિએ સં. ૧૨૩૩માં પ્રતિષ્ઠિત કરેલી. સં. ૧૨૪૮માં સુરત્રાણ ૫ સાહવદીને (સં. ૧૨૪૦૧૨૬૬ વર્ષ ૨૬ રાજ્ય) ચૌહાણ કુલ પ્રદીપ પૃથ્વીરાજ નામના રાજાનો વિનાશ કર્યો તે સમયે રાજપ્રધાન પરમશ્રાવક શ્રેષ્ઠી રામદેવે સંધને પત્ર લખ્યો કે અહિં મ્લેચ્છ રાજ્ય થયું છે માટે પ્રતિમાને સુરક્ષિત સ્થળે ગુપ્ત કરો. શ્રાવકોએ કર્યાવાસ ગામ નજીક વાલુકામાં ગોપવી. સં. ૧૪૧૧માં અતિ દારૂણ દુભિક્ષ થતાં જેજક નામને સુથાર કુટુંબ સહિત આજીવિકાથે સુભીક્ષ દેશ તરફ જતા હતા. તેણે કર્યાવાસ સ્થળમાં પ્રવાસની પ્રથમ રાત્રી ગાળી. અર્ધરાત્રિએ સ્વપ્નમાં દેવતાએ કહ્યું કે તું સૂતો છે ત્યાં આટલા હાથ નીચે મહાવીર સ્વામીની પ્રતિમા છે. દેશાંતરે ન જા. અહિં જતા નિર્વાહ થશે. સુથારે જાગીને પુત્રાદિ પાસે જમીન ખોદાવી; પ્રતિમા મળી. નગરમાં જઈ સંધને વાત કરી. શ્રાવકેએ આડંબરપૂર્વક લાવી દેરાસરમાં પધરાવી. ત્રિકાળ પૂજાવા લાગી. અનેકવાર મુસલમાનોના ઉપદ્રવોથી બચી. શ્રાવકેએ સુથારને રોજ બાંધી આપી. પ્રતિમાના પરઘરની તપાસ કરી પણ પ્રાપ્ત થયે નહી. કોઈ જગ્યાએ પડ્યો હશે. તેના ઉપર પ્રશસ્તિ તેમ સંવત વગેરે હોવા સંભવ છે. એક વખતે હવણ કરાવતાં પ્રભુના અંગે પરસે જોવામાં આવ્યો. લુંછતાં પણ બંધ થય નહીં. ત્યારે શ્રાવકોએ કેઈ ઉપદ્રવ થવાની કલ્પના કરી. એટલામાં મુસલમાનોની ધાડ આવી.
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy