________________
બિહુણ ]
પ્રસ્તાવના.
૨૧
કાળમાં કાશ્મીરી પંડિત બિહણ અણહિલવાડમાં આવ્યો હતો. રાજા વૈરસિંહે તેની પ્રગાઢ વિદ્વતા જોઈને પિતાની પુત્રી શશિકળા સારૂ શિક્ષક તરીકે તેની નિમણુંક કરી. થોડા સમય પછી બિહણ રાજકન્યાના પ્રણયમાં ફસાયા. જ્યારે એ સમાચાર રાજાના કાને પહોંચ્યા ત્યારે તેને પ્રણાદંડની સજા કરવામાં આવી. વધસ્થળમાં બિલ્હણને ઈષ્ટદેવનું સ્મરણ કરી લેવા સારૂ કહેવામાં આવ્યું, પરંતુ બિલ્હણે પિતાની પ્રાણેશ્વરી રાજકન્યા શશિકલાના સ્મરણમાં અદ્યતં પાનવાનર એ પઘથી પ્રારંભ કરી એવાં ૫૦ લેકે રચ્યાં. એટલામાંજ રાજાએ સહસા પોતાની મહારાણીના મોંઢાથી પિતાની કન્યા શશિકલાને પૂર્ણ પ્રેમ બિહણ પર હોવાનું સાંભળ્યું. રાજાને કોપ શાંત પડયો અને બ્રાહ્મણવધના પાપથી ભયભીત થઈને બિલ્હણનો અપરાધ માફ કર્યો તથા તેની સાથે પિતાની પુત્રી શશિકળાનું લગ્ન કરી આપ્યું અને સાથે જ દ્રવ્ય–સમૃદ્ધિ આપીને તેની ક્ષમાં પણ માગી.” એ સમસ્ત કથા સર્વથા કપિલ કલ્પિત છે અને તેના લેખકે બિહણના પ્રતિ મોટો અન્યાય કર્યો જણાય છે કારણકે તે સમયમાં ગુજરાતનો રાજા કર્ણ હતા. વૈરસિંહ નહિ. વૈરસિંહ ચાવડા (ચાત્કટ) વંશનો રાજા હતા અને બિહણના સમયમાં તેને (વૈરસિંહને) મરણ પામે ર૦૦ વર્ષથી પણ વધારે સમય થઈ ગયો હતો.૩૭
એ ૫૦ લેકનું ખંડકાવ્ય ચૌરપંચાશિકા અથવા સુરતપંચાશિકાના નામથી પણ પ્રખ્યાત છે. એના બધા લેક દ્વિઅર્થી તેમાં શશિકળાના પિતાનું નામ પૃથિવીચંદ્ર આપ્યું છે ને તેને પાટણના રાજા કહ્યું છે. અને પંડિત વામનાચાર્ય ઝાલંકકર કહે છે કે કર્ણાટકમાં પંચાશિકાનું હસ્તલિખિત પુસ્તક છે તેમાં રાજાનું નામ મદનાભિરામ અને તેની દિકરીનું નામ યામિની પૂર્ણતિલકા હતું. તે અને પંચાલદેશની રાજધાની લક્ષ્મી મંદિરમાં રહેતાં હતાં.
૩૭ એણે ઇ. સ. ૮૩૮ થી ૮૪૯ સુધી ગુજરાતમાં રાજ્ય કર્યું હતું.