________________
શ્રી ચિંતામણી પાર્શ્વનાથ સ્તોત્રનું
ભાષાંતર.
જગતના ગુરૂ, જગતના દેવ, જગતને આનંદ આપનાર, જગતને વંદન કરવા યોગ્ય, અને જગતના નાથ શ્રી પાર્શ્વનાથ જિનેશ્વ રની હું સ્તવના કરું છું. ૧
હે પાર્શ્વનાથ પ્રભુ ! આ લેકમાં ( મનુષ્ય લોકમાં) જ્ઞાનના દીપક તુલ્ય આપનું મનુષ્ય તત્ત્વાર્થ રૂપે ધ્યાન ધરે છે, અને ઉર્વ લેમાં (દેવલોકમાં) સઈદ વગેરે દેવતાઓ મુક્તિને માટે આપને હમેશાં નમસ્કાર કરે છે. ૨
પાતાલમાં (અધો લોકમાં) અનંત, વાસુકિ, તક્ષક વગેરે સર્વે નાગદેવતાઓ હે સર્વજ્ઞ [ સર્વ ચરાચર વસ્તુઓ માત્રને જ્ઞાનથી જાણ નાર] આપની મહેરબાનીથી હમેશાં ક્રીડા કરે છે. ૩
હે સ્વામિન ! હે વિશ્વનાયક ! હરિ રૂદ્રાદિક સર્વે ત્રણે ભુવનના સ્વામી ત્રણે ભુવનમાં આપના પ્રસાદ વડે વર (વરદાન) પ્રાપ્ત કરીને રમી રહ્યા છે. ૪.
હે જિનેશ્વર ! જગતના ઈશ્વર, પરમ આત્મારૂપ, અને જેઓએ બાહ્ય, અત્યંતર શત્રઓને નાશ કર્યો છે એવા તમને સર્વ યોગિઓ. વિકસ્વર અને ઉત્તમોત્તમ પુષ્પો વડે નમન કરે છે. પ.
શ્રમણત્વાદિ લિંગ (પહેરવેષ)થી યુક્ત તેમજ રહિત જીવો ઉચ્ચ તત્વની સંજ્ઞાવાળા હૈ કાર રૂપ આપનુ હદયમાં નમ: હા વગેરે પદો પૂર્વક ધ્યાન ધરે છે. ૬.
[ પાંચમા અને છઠ્ઠી શ્લેકમાં દર્શાવેલ યંત્ર (પદ્મ)નું સ્વરૂપ આગળના કેમાં દર્શાવેલું છે, જે નીચે પ્રમાણે છે.]