________________
જૈનસ્તવ્યસંદેહના પ્રથમ વિભાગમાં અમેએ માત્ર ચંદ્રાદિના શેખીને માટે ચંદ્રસૂરિકૃતટીકાયુક્ત ઉવસગ્ગહ૨સ્તવ, પાર્શ્વદેવગણિકૃતવૃત્તિવિભૂષિત પદ્માવત્યષ્ટક, અને શુભસુંદરકૃત દેઉલવાડામંડન શ્રીયુગાદિજિનસ્તવન મંત્ર સાથે પ્રગટ કર્યા હતાં. અને પ્રસ્તુત વિભાગમાં પાર્ષદેવગણિકૃત ઉવસગ્ગહરં સ્તોત્ર, કર્તાના નામ શિવાયની અવચૂરિયુક્ત ભયહર (નમિઉણ) સ્તોત્ર, ટીકાયુક્ત ધરણેરગેંગદ્રસ્તવ અને પૂર્ણકળશ ગણિકૃત પજ્ઞવૃત્તિવિભૂષિત શ્રીસ્તંભન પાર્શ્વનાથસ્તવન તેમજ ચિંતામણી યંત્રને લગતાં ભિન્ન ભિન્ન આચાર્ય કૃત નાનાં, નાનાં તેત્રે ચિંતામણિ ક૯૫ તથા મંત્રાલિરાજ ક૯પ વગેરે આપવામાં આવ્યાં છે. - પ્રથમ વિભાગ મોટા ભાગે નિર્વાણગિરાવિભૂષિત હોવાને લીધે તેના લાભથી વંચિત રહેતી સામાન્ય જનતા તરફથી સાથે સાથે ટૂંકાણમાં પણ ગુજરાતી અનુવાદ આપવાની માંગણું થવાથી તેમના સંતેષ ખાતર આ વિભાગમાં વિદ્રોગ્ય ચમકાદિ અલંકૃત સ્તોત્રો શિવાય કેટલાંક સ્તોત્રને ભાવાર્થ આપવામાં આવેલ છે. અને ગ્રંથના અંતે વિધિયુક્ત યંત્ર પણ જોડી દેવામાં આવ્યા છે.
મનુષ્ય પ્રકૃતિ સ્વાભાવિકતયા ચમત્કારપ્રિય હોય છે. જનતાને માટે ભાગ સિદ્ધિઓ ખોળે છે અને તેના માટે બનતા પ્રયત્ન આદરે છે. છતાં જ્યારે નિષ્ફળતા પ્રાપ્ત થાય છે ત્યારે દ્રાક્ષાના સ્વાદથી અતૃપ્ત રહેલા શિયાલની માફક “યંત્ર, મંત્ર આદિ સર્વ કાલ્પનિક છે. શાકત સંપ્રદાયની અસર દરમ્યાન ઉપજાવી કાઢેલાં છે” વગેરે અનેક દષારોપણ કરી એ વિદ્યાનેજ વખોડવા મંડી જાય