________________
શ્રી સુમતિનાથની સ્તુતિ (તજ-પદ્ય પ્રભુના ગુણ નિત્ય ગાયા કરે )
સુમતિનાથ સુમતિ દઈ પાર કરે,
કર્મરિપુ હટાવા વાર કરે. ટેક. ભયરૂપ આ સંસાર સાગર હે પ્રભો વિકરાલ છે. માન માયા લોભ મત્સર આત્મગુણના કાલ છે;
મહાવ ભયંકર પાર કરે...૧
જ્ઞાનસ્વ સ્વભાવ તજ પરભાવ જેનું મૂલ છે. મિથ્યાત્વમાં મસ્તાન મનની એ અનાદી ભૂલ છે,
સુમતિ આપી જીનેશ્વર પાર કરે..૨ નામ સુમતિનાથ જીવ ભવ તાપ શેષણહાર છે, આત્મગુણ ઉધાનમાં આ નામ પિષણહાર છે;
તેમાં મન ભ્રમર જઈ વાસ કરે..૩ દેશ કેશલમાં અયોધ્યા નૃપ મેઘરથ તાત છે, માતા સુમંગલા છે પ્રભુની વણે કંચન ગાત છે,
રિદ્ધિ સિદ્ધિ જ્યાં વાસ કરે...૪ જ્ઞાનસિંધુ બોધદાતા પૂજય ઘાસીલાલ છે, જોધપુર સૌરાષ્ટ્રનું સહસ્રગ્યારે સાલ છે,
તારો કાન સદા અરદાસ કરે...૫
૧ ગાત=શરીર
અભૂત નવસ્મરણ
૧૬૬