________________
૪૦૬
સામાયિકમાં આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા એ ચાર સંજ્ઞામાંથી કઇ થઇ હોય ને દોષ લાગ્યો હોય તો મિચ્છામિદુક્કડં. - સામાયિક વિધિએ લીધું, વિધિએ પાળ્યું વિધિઓ કરતાં અવિધિએ થયું હોય તે મિચ્છામિ દુક્કડ, | સામાયિકમાં અતિક્રમ વ્યતિક્રમ અતિચાર અણાચાર જાણતાં અજાણતાં મન વચન કાયાએ કરી પાપ દોષ લાગ્યો હોય તો મિચ્છામિ દુક્કડં.
સામાયિકમાં કાનો, માત્રા, મીંડુ, પદ, અક્ષર, ઓછું અધીકું, ભણાણું હોય તે આનંતા સિદ્ધકેવળી ભગવતજીની સાખે તસ્સ મિચ્છામિ દુક્કડં. | સામાયિક સમકાએણુ ફાસિય પાલિય સહિય તીરિયડ કિત્તિય આરાહિયે આણુએ અણુપાલિયન ભવઈ તસ્સ મિચ્છામિ દુક્કડ'.