________________
છે, તેમાં આધ્યાત્મિક ભાવના ઉભરાઈ રહેલી છેબીજી - ભજન જેમાં પ્રભુ પ્રત્યે આત્મસમર્પણ છે તે કેટલું સુંદર છે ! જુઓ !-મહાવીરને શરણો અમારે ભવસાગર તરણે રે! એવી જ રીતે બીજા ભજનો પણ આધ્યાત્મિક ભાવનાથી પરિપૂર્ણ છે. ત્યારબાદ પદ્યાનુવાદ સહિત (૧) શ્રી મહાવીર મંગલાષ્ટક (૨) જિનાષ્ટક (૩) ધન્ય અણગારનું અષ્ટક (૪) પૂજ્યશ્રી જવાહર ગુણ કિરણાવતી એ પાંચ તેત્રો છે ત્યાર પછી ગૃહશાંતિ સ્તોત્ર, નવગ્રહસ્તોત્ર વ્યાખ્યાન સ્તુતિ જૈન શાળાપયેગી સામાયિક આનુપૂર્વી, ચોવીશ તીથ કરીના અઠયાવીસ બેલેના લેખાં વગેરે સમસ્ત ધમૅપયેગી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ‘અદ્ભુત નિત્યસ્મરણ, આબાલવૃદ્ધ સમરત જનતાને ઉપચોગી છે, તેથી પ્રત્યેક વ્યકિતએ તેનું પઠન-મનન કરી પોતાની ધાર્મિક ભાવનાની વૃદ્ધિ કરી મોક્ષમાર્ગ તરફે પ્રગતિ કરવી જોઈએ એ પ્રત્યેક વ્યકિતએ સ્મરણમાં રાખવું જોઈએ. કે મનુષ્ય જીવનનું મુખ્ય ધ્યેય મોક્ષ પ્રાપ્તિ જ છે.
૫. મુનીન્દ્ર મિશ્ર શાસ્ત્રી-અમદાવાદ.