________________
આવી રીતે ધર્મની લહેરે એકવાર ફરીથી જગતમાં પ્રસરે, મનુષ્યની મનુષ્ય પ્રત્યે ભાતૃભાવના થાઓ, પ્રત્યેક જીવ પ્રત્યે દયા રહે, અહિંસા અને સત્યનું સ્થાન પ્રત્યેક માનવના હૃદયમાં રહે. સારાંશ કે આખા વિશ્વમાં સર્વત્ર શાંતિ થાઓ. આજ ભાવના આચાર્યશ્રીની છે.
આચાર્યશ્રી આગમોની સંસ્કૃત ટીકા રચવામાં વ્યાપૃત , રહે છે, છતાં પણ આ અનુપમ કાર્યમાંથી સમય બચાવીને સમસ્ત પ્રાણીઓની ભલાઈને માટે આચાર્યશ્રીએ વખતો વખત મંગલ હતુતિ, ચમત્કારિક સ્તોત્ર, ભાવવાહી ભજન વગેરે રચ્યાં છે. આચાર્યશ્રીના સુશિષ્ય, સંસ્કૃત , -પ્રાકૃતના જાણકાર, આખ્યાન વિશારદ, ધર્માષ્ટક અનેક સ્તોત્ર અને ભજનોના રચહિતા ગ્રામોદ્ધારક શાંત સ્વભાવી બાલ બ્રહ્મચારી ૫. રત્ન મુનિશ્રી કનૈયાલાલજી મહારાજ સાહેબે આચાર્ય શ્રી રચિત પુછપરૂપ આ સ્તુતિ, તંત્ર, ભજન લૂગેરેને ચૂંટીઘૂંટીને માળા રૂપ આ ‘અદ્ભુત, નિત્ય સ્મરણ” નું સંપાદન કરેલું છે. તેમજ સ્વકૃત નૂતન