________________ યતિ વારો વર વરીનો ઘાત. - જ્યારે હું ફરી બકરીના ગર્ભમાં આવ્યો અને ક્રમ પ્રમાણે મોટો થવા લાગ્યો, તે સમયે એક વખત યશોમતિ મહારાજ શિકાર કરવાને માટે વનમાં પધાર્યા અને હરણ માટે સઘળા વનમાં ફર્યો પરંતુ જ્યારે એક પણ હરણ મળ્યું નહિ ત્યારે પાછા ફરતાં માર્ગમાં મારી માતા બકરી અને ટોળાંને નાયક બકરો એ બન્નેને મિથુનકમમાં તત્પર થઈ રહેલાં જોયાં. તે સમયે યશોમતિ મહારાજે ક્રોધના આવેશમાં પોતાના ભાલાની નકથી બનેને ઘાત કર્યો અને પછી પાસે આવીને જોવા લાગ્યા. वकरीना बच्चानुं थयो जतन. - બકરા બકરી બને ભાલાના ઘાથી રૂદન કરતા મૃત્યુ પામ્યાં તથા ગર્ભવાસમાં રહેતા મારા આઠે અંગ કંપાયમાન જોયા, તે સમયે યશોમતિ રાજાએ મને બકરીના પેટમાંથી કઢાવીને બકરાના પાળક ભરવાડને સોંપ્યો તેણે યત્નપૂર્વક બીજી બકરીનું દુધ પીવાડીને મારૂં પાલન પોષણ કર્યું, જેથી હું તેના ઘરમાં મેટ થવા લાગે, પરંતુ હું પશુનિ સંબધી અજ્ઞાનદશામાં મુગ્ધ થઈ માતા, બહેન, બેટી વગેરે સાથે મૈથુન સેવન કરતો ટેળાંનો નાયક થઈ સુખપૂર્વક રહેવા લાગ્યો. . भेंसना बळीदान माटे यशोमतिनी प्रतिज्ञा.. હવે એક દિવસ યશોમતિ મહારાજે કુળદેવતાની સન્મુખ એવી રીતે પ્રાર્થના કરી કે હે માત ! તારી કૃપાથી જે મને હરણને લાભ થશે, તો તને ઘોડા સમાન વેગવાન ભેંસનું બળીદાન આપીશ, આ પ્રમાણે કરીને રાજાને શિકારને માટે જંગલમાં ગયા અને ત્યાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust