________________ - 68 જાણી શકે. જે વખતે હું તે તેલમાં પાકી રહ્યા હતા તે સમયે મને જાતિસ્મરણ થવાથી મેં સઘળા પરીવારને ઓળખી લીવે, જેથી એક તે માનસિક દુઃખ અને બીજું શારીરિક કષ્ટ એવાં બને દુઃખને અનુભવ ગ્રહણ કર્યો. - રાજન ! આપ પણ એ વાતનો અનુભવ કરી શકશે કે જે સમયે અળધ મરચાં વગેરે મસાલામાં મને મેળવીને તેલમાં પકાવ્યા તે વખતની વેદના શું નરકની વેદનાથી ઓછી હતી ? કદાપિ નહિ. પરંતુ નર્કમાં તો ફકત તપ્ત તેલમાંજ પકાવવામાં આવે છે પણ મને તો હળધ, મરચાં, સુંઠ, પીપર વગેરે તીક્ષણ મસાલામાં મેળવીને પકાવ્યો જેથી એક તો અગ્નિ ની વેદના અને બીજી મસાલાની ! એટલું છતાં પણ પાકી રહેવાની પરીક્ષાને માટે લોખંડના નોકદાર ખીલાઓથી વારંવાર ગોદા ખાવા વગેરે કષ્ટ નું વર્ણન ક્યાં સુધી કરું ? રાજન ! મારા પાકી રહ્યા પછી અંદર ખૂબ જીરૂં મરચાં મીઠું વગેરે નાંખીને રસોઈદારો મારા શરીરને સ્વાદ ચાખવા લાગ્યા. તે પછી મારા પાકેલા ગાત્રને કડછાઓ વડે હલાવીને બ્રાહ્મણોએ ખાધું, તે પછી મારા પુત્ર યશોમતિ, મારી હતી અમૃતમતિને જાર કૂબડો વગેરે સઘળા પરીવારે તે ગાત્રનું ભોજન કર્યું. ' પૃથ્વીનાથ ! ઈ સંસારની વિચિત્રતા કે પિતને (મારે) નિમિત્ત મને જ ભક્ષણ કર્યો. આ સઘળાં અશોભન કર્મ જીહાલંપટી માંસભક્ષી વિષયાસક્ત બ્રાહ્મણોનાંજ છે, કેમકે વિપ્રોના ઉપદેશથી સઘળા અજ્ઞાન લેક હિંસાકમેને ધર્મ માની અંગીકાર કરે છે, જેથી એ સઘળે દેવ બ્રાહ્મણોના ઉપરજ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust