________________ એ રાજન ! આ પ્રમાણે ચિંતવન કરતા કરતા હવાર પડી ગઈ, તે સમયે સૂર્ય પોતાના રક્ત કિરણેના સમૂહથી ઉદય થતો અશાક વૃક્ષના નવીન પત્રની માફક સુશોભિત થતો હતો. તે સૂર્ય ઉદય થતા વખતે એવો દેખાતો હતો કે જાણે આકાશદેવીએ લોકોને રંજાય માન કરવાને સિંદૂરનું તિલકજ ધારણ કર્યું છે. - પૃથ્વીપતિ! તે સમયે પ્રભાત સંબંધી વાછાને માંગલિક સાદ સાંભળીને હું બીછાનામાંથી ઉઠે અને પછી નાન વગેરે નિય ક્રિયાથી પરવારીને મેં એવો વિચાર કર્યો કે જ્યારે મેં આ શરિરચીજ મમત્વ છેડયું તે આ રત્નજડિત આભૂષણે અને માધાં વસ્ત્રો સાથે શુ પ્રજન છે? આ શરિરના સંસ્કારથી કામની વૃદ્ધિ થાય છે, જે કામદેવનું ફળ મને પ્રત્યક્ષ મળી ચુકયું છે, માટે એ ધારણ કરવું ઉચિત નથી. આ પ્રમાણે વિચાર કરી જેવો સઘળા આભૂષણે કુટુંબીઓને આપી દેવાને માટે તૈયાર થયે કે મનમાં બીજે વિચાર ઉપસ્થિત થયે. 2 . . . यशोधर महाराज मोटा विचारमां.. શ્રીમાન ! મેં વિચાર કર્યો કે જે આ વખતે સઘળાં આભૂષણ કાઢી નાંખીશ તો સઘળા મહેલમાં આ વાત ફેલાઈ જશે કે મહારાજે કંઈ પણ અમારૂ જેવું છે, જેથી ઉદાસચિત્ત થઈ આભૂષણોને ત્યાગ કર્યો છે તથા મારી સભાની પંડિતમંડળી સઘળી વાતની જાણકાર છે તેમના આ• ગળ આ ભેદ કોઇ પ્રકારે છાનો રહેશે નહિ. એ સિવાય આ વાત અનેક રૂપ ધારણ કરીને સઘળા નગરમાં ફેલાઈ જશે, જેથી પ્રજાના મનમાં અનેક પ્રકારના વિચાર ઉત્પન્ન થવા લાગશે. આમ છતાં પણ જે અમૃતાદેવી આ વાતને જાણશે તે પોતે મરશે અને મારા નાશને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust