________________ 37 તું લાવીને આપજે." આ પ્રમાણે કહીને પંગુને વિદાય કર્યો અને પોતે ઉદાસમુ બ કરીને રાજાની પાસે રૂદન કરવા લાગી !! રાજાએ મધુર સ્વરથી પૂછયું“ હે વિય પ્રાણવલ્લભા ! તું આજ રૂદન કેમ કરે છે ? એનું કારણ શું છે ?" . . . - આ સાંભળી રાણીએ ગદ્ગદ્ સ્વરથી કહ્યું-“પ્રાણપતિ ! આજ આપનો જન્મ દિવસ છે. જયારે આપણે નગરીમાં રહેતા હતા ત્યારે એ દિવસે કેવો મોટો ઉત્સવ થતો હતો અને જે આજે આપણે નગરીમાં હેત, તો શું તે ઉત્સવ ન થાત ! પણ ઉત્સવ તા. દૂર રહ્યા પરંતુ આપ તો અહીંયા નગરીથી ઘણે દૂર નદીના કીનારા. ઉપર નિર્જન સ્થાનમાં વાસ કરે છે.” ' રાણીના આવાં સ્નેહપૂર્વક વચન સાંભળીને રાજાએ કહ્યું - “પ્રાણેશ્વરી ! જે તારી એવી જ ઈચ્છા છે તે અહિંઆ પણ સઘળું થઈ શકે છે, કેમકે પ્રિય વસ્તુને સમાગમ થવાથી નિર્જન વન પણું સ્વર્ગ સમાન છે. જેમ કરવાની ઈચ્છા હોય તેમ કરે. આ પ્રમાણે સાંભળી રાણીએ ઉતમ પ્રકારનો આહાર તૈયાર કરાવીને રાજા સહિત ભજન : કર્યું અને પછી . નદીના કીનારા ઉપર વિનોદપૂર્વક બેસીને તાંતના સુતરથી બનાવેલો ફુલનો હાર પંગુ માળી પાસે મંગાવીને હાસ્યપૂર્વક રાજાના ગળામાં નાખ્યો અને તરત જ ફાંસીનું સટકીયું ખેંચીને રાજાને નદીમાં નાંખી દીધો ! ! . . . . : - હે રાજા ! તે દુષ્ટએ તો રાજાને મરી ગયેલ જાણું નદીમાં નાંખી દીધો હતો પરંતુ આયુકર્મના યોગથી તે જીવતો બચી ગયો અને નદીના પ્રવાહમાં વહેતે વહેતો ચંપાપુરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust ni 1 -