________________ ત્રી, વૈશ્ય અને શુદ્ર એવા ચાર વર્ણોના આચારવિચાર જાણ્યા. દંડનીતિ નામની વિવાથી ખોટા મદયુક્ત દુષ્ટોના એગ્ય દંડનું સ્વરૂપ જાણ્યું, અને વાર્તા નામની વિધાથી ધનાદિ કમાવાની રીતિ નીતિનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. તે પછી લેકનીતિ અને ધર્મના જાણકાર વૃદ્ધ પુરૂષોની સોબતથી જુગાર, માંસ, દારૂ, વેશ્યા, શિકાર, ચેરી અને પરસ્ત્રી એવા સાત વ્યસનને ત્યાગ કરીને ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયોને છેડી દીધા. હે રાજન ! તે સમયે જે કે હું કામવિદનું નામમાત્ર સેવન કરતો હતો, પણ હર્ષોત્પાદક અંગેથી નિશ્ચિત દૂર રહેતો હતો. લઢાઈ, ટંટ, કેદ, આશ્રય વગેરે રાજ્યના અંગેનું જ્ઞાન મંત્રીઓ દ્વારા જે સમયે મારા હૃદયમાં સ્કુરાવા લાગ્યું તે વખતથી મૃત્યુસમૂહ કંપિત ગાત્ર થતો પોતાના કાર્યમાં તૈયાર થવા લાગ્યો. જે મારાથી ડરતા હતા, તેઓ નગરગામ છોડીને જંગલમાં રહેવા લાગ્યા. જે રાજાઓ દુષ્ટ મંત્રીઓના બહેકાવાથી યુદ્ધમાં મારી સામે થયા તેઓનો ચંચળ વીજળીની માફક નાશ થઈ ગયો, અને જેઓ નરમ સ્વભાવનાં હતા તેઓ સુખપૂર્વક પોતાનું જીવન ગાળવા લાગ્યા. ' હે રાજા! રણસંગ્રામમાં દુર્નિવાર તલવારની ધારથી પરમંડળના રાજાઓને મેં નાશ કર્યો, અને ચારે દિક્ષાઓમાં ફેલાતા મારા તેજથી સૂર્ય અને ચંદ્રમાને છતી વીધા. એ તે તમે પણ જાણે છે કે, જે પ્રતાપવાન અને રાજ્યકાર્યને જાણકાર રાજા હોય છે તે રવરાજ્યના રક્ષક અને પ્રજાને પાલક હોય છે. હું પણ તે સમયે ન્યાયપૂર્વક રાજ કરતા રવજન અને પરજનોમાં પ્રતિષ્ઠાપાત્ર બની સુખપૂર્વક જીદગી ગાળતો હતો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust