________________ 22 એવી. જણાય છે કે જાણે પુરૂષના શરીરમાંથી શક્તિ લાળનું રૂપ ધારણ કરીને નીકળી રહી છે તથા વૃદ્ધના મુખમાંથી જે દંતપંકિત પડે છે, તે જાણે પાપોદયથી પુણ્યની રષ્ટિજ પડી રહી છે. આ અવસ્થામાં કામિનીની ગતિ સમાન મંદ દષ્ટિ થઈ જાય છે તે વખતે હાથમાં લાકડી સ્થિર રહેતી નથી. એ સત્ય છે કે નવી આવેલી ઘડપણરૂપી સ્ત્રીના સંસર્ગથી લાકડીરૂપી સ્ત્રી કેવી રીતે સ્થિર રહી શકે ! આ ઘડ૫ણુ અવસ્થામાં કુકવિના કાવ્યની માફક પગ પણ ચાલતા નથી, એટલે જે પ્રમાણે ખેટા કવિના કાવ્યના પદ ચાલતા નથી તે પ્રમાણે વૃદ્ધ પુરૂષના પગ પણ ચાલતા નથી. વૃદ્ધ પુરૂષના શરીરમાંથી જે લાવણ્યતા જતી રહે છે તે એવી જણાય છે કે જાણે ઘડપણુરૂપી નદીની લહેરોથી ઘેરાયેલા છે. આ પ્રમાણે ચિંતવન કરીને યશોધ મહારાજ વિચારવા લાગ્યા કે દેશ, ખજાને, શાસ્ત્ર, સેના, મંત્રી, ગઢ અને મિત્ર એવા સાત અંગ રાજ્યના તથા બે હાથ, બે પગ, નિતંબ, પૃષ્ટિ, અને મસ્તક એવા આઠ અંગ શરીરના છે, તે કોઇના પણ ઘરમાં હમેશાં સ્થિર રહેતા નથી તે માટે ઉત્તમક્ષમા, માર્દવ આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન અને બ્રહ્મચર્ય એવા દશ ધર્મનું પાલન કરું, છું, તથા અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહત્યાગ એવા પાંચ મહાવ્રતનું આચરણ કરું છું. : - યશોધ મહારાજ વળી પણ વિચારવા લાગ્યા કે મેં મારી અજ્ઞાનતાથી . વિષયભોગોમાં મગ્ન થઈને અને મારા કુટુંબીઓના સ્નેહમાં તલ્લીન થઈને આટલો વખત ફેકટ ગુમાવ્યો. મેં એવાતનો 'જરા પણ વિચાર ન કર્યો કે પચેંદ્રિયોના વિષય ઝેર ભરેલા ભેજનની P.P. Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust