________________ 4 વહી ગયા છતાં પણ હું વૃદ્ધ થશે નહીં; નળ, નઘુષ, વેણુ વગેરે મહા પ્રતાપી અને પૃથ્વીના ભક્તા મેટા રાજાઓ મારી નજર. આગળ થયા. રામ અને રાવણના યુદ્ધથી ગામમાં રાક્ષસોનું યતન મેં જોયું. બંધુ સહિત યુધિષ્ઠરને જો અને કૃષ્ણની આજ્ઞાથી વિમુખ દુર્યોધનને પણ જો. હું ચાર યુગ થયાં જીવતો છું એ વાતને તમે પણ સંશય ન કરે. હું સઘળા લોકોને. શાંતિ કરીશ. મારામાં એટલું બધું સામએ છે કે ઘણી ઝડપથી ચાલતા દેવતાના વિમાનને પણ અટકાવી શકું છું. ચંદ્રમાની છાયાને રોકી શકું છું. મને સઘળી વિદ્યા સિદ્ધ છે, યંત્ર, મંત્ર. અને તંત્ર તે મારી નજરમાં જ રમે છે વગેરે. આ પ્રમાણે કઠીને લોકોને રંજીત કરતો આ ભેરવાચાર્ય નગરમાં ભ્રમણ કરતો હતો, જેથી એની વાત સઘળા નગરમાં ફેલાઈ જવાથી મહારાજ મારીદત્તને કાને પણ સંભળાઈ. આ વાત સાંભળીને રાજાએ અતિ કૌતુક્યુક્ત થઈ અમાત્ય મંત્રીને કહ્યું –“તમે એકાંતમાં તે ગુણગરીષ્ટ ભૈરવાચાર્યની પાસે જઈને નમ્રતાપૂર્વક તેમને અહીં લઈ આવો " મંત્રી-“ મહારાજ ! આપની આજ્ઞાનુસાર જઈને હું હમણાં તેને અહીંઆ લઈ આવું છું.” આ પ્રમાણે કહી મંત્રીએ ભૈરાચાર્યની પાસે જઈ વિનયપૂર્વક રાજાની વાત સંભળાવીને કહ્યું “અહો મહાત્મન ! આપના દર્શનથી મહારાજને જલદી શાંતિ આપે " 1. ભરવાચાય૦–“જો રાજાની એવીજ ઈચ્છા છે તે હું જલ્દી [; આવીને રાજવંશમાં શાંતિ સ્થાપન કરીશ. " આ પ્રમાણે કહીને તે ભૈરવાચા મંત્રીની સાથે રાજ્યદરબારમાં આવ્યા, જ્યાં તેજપુંજ નારાયણ સમાન મારિદ્રત રાજા સિંહાસન ઉપર બેઠેલા હતા. અનેક . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust ak Trust