________________ સતી મલયસુંદરી કયાં?”તેવામાં તેને આવતી જોઈ તમે સંતાઈ ગયા. અને કનકાવતી હાર લઈને આવી પહોંચી. કામી મનુની દિનદશા વિચિત્ર જ હોય છે. મેં તેને કહ્યું, “રાણીબા ! અહી ચારને ઉપદ્રવ છે અને મારા મિત્ર આવે તે પહેલાં તમારી પાસે કંઈ હોય તો તે મને આપીને સંતાઈ જાવ, નહિ તો આપણું કાર્ય થશે નહિ.” એવામાં તમેએ કંઈક ખખડાટ કર્યો અને તે કનકવતીએ ભયથી પિતાના અલંકારો અને લક્ષમીપુંજ હાર મને આપી દીધું. મેં તેને ખાલી પડેલી પેટીમાં સંતાડી અને લક્ષ્મીપુંજ હાર તથા એક કંચ કાઢી લઈ તે અલંકારોની પિટલી તેના ખોળામાં મુકી પેટી બંધ કરી, ઉપર પાસે પડેલું તાળું મારી દીધું. - આ સાંભળી વેગવતી ખડખડાટ હસવા લાગી, “વાહ વાહ! બન્નેમાંથી “ણ બુદ્ધિમાં ચડે એ એક કેયડ થઈ ગયો.” હસતાં હસતાં મલયસુંદરીએ વાત આગળ ચલાવી : “પછી સ્વામીનાથ! તમે સંતાઈ ગયેલા તે પ્રગટ થયા અને તમે મારા કપાળમાંથી તિલક ભૂંસી નાખ્યું, હું સ્ત્રી રૂપે થઈ. મેં કંચ પહેરી લીધું. તમારા લાવેલા સાધનમાંથી ચંદન વિગેરે વિલેપન કર્યું, કસ્તુરી વિગેરેથી અંગ સુરભિત કર્યું. કુંકુમ તિલક વિગેરે કર્યું, ગળામાં લક્ષ્મીપુંજ હાર પહેર્યો. તમે મને કષ્ટમાં બેસાડી તે બાદ જ્યારે તમારી વીણાને અવાજ સાંભળ્યું અને તમારું બાણ થંભને વાગ્યું ત્યારે ખીલી કાઢી લીધી. ત્યાં દ્વાર ખૂલી ગયા અને હું પ્રગટ થઈ P.P. Ac. Gunratnasuri MS.Gun Aaradhak Trust