________________ 62 સતી મલયસુંદરી રાજાના પુત્ર મહાપરાક્રમી મહાબલકુમાર પોતે જ છે. મહાબલકુમારને જય હો.” આ શબ્દો શ્રવણ થતાંજ રાજા વિરધવલના આનંદને પાર ન રહ્યો. તેણે ભાટને બોલાવી બધી ખાત્રી કરી. અને એ જ સમયે મહાબલે પણ પિતાને ગાંધવિક વેશ તજી મૂળ રૂપને પ્રગટ કર્યું. આનંદને સાગર લહેરાઈ રહ્યો. રાજા બેલી ઉઠયે : “જ્ઞાનીનું વચન કદાપિ મિથ્યા થાયજ નહિ.” મધુરજની 3903333333 15 રાજાએ ભાગતા રાજકુમારને પાછા બોલાવી સર્વ વાત સમજાવી. અને યોગ્ય કન્યાને યોગ્ય જ વર મર્યો છે. સીતા રામને જ વરી છે એમ જ્યારે તેમને સમજાયું ત્યારે તેઓ પણ મહર્ષિત થઈ જાનૈયા બન્યા. રાજાએ પણ કુમારી અને કુમારને રાજમહેલે લઈ જઈ ભેજન કરાવ્યું અને પિતાના અનુચરોને લગ્નવિધિ માટે તૈયારી કરવા મેકલ્યા. ચંપકમાલાના આગ્રહથી રાજ પણ જમવા બેઠો અને જમતાં જમતાં એણે મહાબલને કહ્યું “કુમાર ! મારી કન્યા તમને પ્રાપ્ત થશે એ વાત મને એક નૈમિત્તિકે કહી હતી. શું એનું જ્ઞાન ! શું એનો પ્રભાવ ! ખરેખર એ નૈમિત્તિકેજ મારું જીવન બચાવ્યું. નહિ તે શું થાત એ કહી શકાય તેમ નથી.” P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust