________________ સતી મલય સુંદરી વસ્ત્રથી પવન વિગેરે તે નાખવા લાગ્યો. અને હાથ પગને સંવાહન-દબાવવા લાગ્યા. થોડીવારના ઉપચારથી તે કન્યાએ ટુંક સમયમાં નેત્ર ખેલ્યાં. કુમાર બોલ્યા “હે રાજકન્યા ! સ્વસ્થ થા. તારા વસ્ત્રને ઠીક કર અને જાગૃત થા.” તુરત તે બેઠી થઈ. વસ્ત્ર સમારતાં તેણે સન્મુખ બેઠેલા પિતાના પ્રિયપાત્ર મહાબલને જોઈ આશ્ચર્યમાં પડી ગઈ. અને બેલી “હે કુમાર ! હું કેવી રીતે જીવતી રહી ! અને અકસ્માત તમારે મેળાપ કયાંથી ?" મહાબલે વ્યંતરીએ તેનું હરણ કર્યું અજગરનું પતે વિદારણ કર્યું તે સર્વ વિગત કહી અને પૂછયું હે બાલા ! તું કેવી રીતે આ અજગરના ઉદરમાં આવી પડી તે વાત જણાવ.” મલય સુંદરી હજુ જ્યાં પિતાને વૃત્તાંત શરૂ કરે છે ત્યાં દરથી કે માણસના પગલાનો અવાજ શ્રવણ ગેચર થયો. બે બે આફત તે હજુ પૂર્ણ થઈ નથી ત્યાં આ ત્રીજી કઈ આફત છે એ જેવા મહાબલે દૂર દૃષ્ટિ કરી-કઈ પુરુષ આકાર દોડતો તેની તરફ આવતા હતા. શીધ્ર મહાબલે વિચાર્યું” આ ભયંકર અટવી છે. એમાં ચેર ડાકુઓનો જરૂર ઉપદ્રવ પણ સંભવે છે. એમાં આ સ્ત્રી જાતિ છે માટે એગ્ય ઉપાય કર જોઈએ. તુરત પિતાના કેશમાંથી એક ગુટિકા તેણે બહાર કાઢી અને આમ્રરસમાં ઘસી તેનું તિલક મલયસુંદરીના ભાલ પર કર્યુંતે તુરત પુરૂષ રૂપે થઈ ગઈ મહાબલે કહ્યું “સુંદરી ! આ વનને ભયંકર પ્રદેશ હોવાથી સ્ત્રી જાતીને ઘણા ઉપદ્ર સંભવે છે તેથી મેં તારું આ પુરૂષરૂપ કર્યું છે. એ તિલક હું મારા હાથે ભૂંસી નાખીશ એટલે તારું મૂળ રૂપે પ્રગટ થશે. માટે ચિંતા ન કરીશ.” મલય સુંદરી બોલી “કુમાર ! આપ મહા પરાકેમી અને મારા પ્રિયપાત્ર છે. આ તન મન તમને જીવનભર સમર્પણ કર્યું છે માટે આપની ઈચ્છા પ્રમાણે કરે” કુમાર તેની શ્રદ્ધાને મનથી પ્રશંસી રહ્યો. હવે એ વ્યક્તિ કેણ છે એ જેવા નિર્ભય થઈને મહાબલે દૂર દૃષ્ટિ કરી. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust