________________ મહાબલનું પરાક્રમ BESSE333333333333353535335353 1. o રાત્રીને એકજ પ્રહર તે નિદ્રા લઈને જાગે. આવતી આફતને સત્કારવા પલંગપર રૂ વડે મનુષ્ય આકાર બનાવી તે પર વસ્ત્ર પાથરી દીધું અને પોતે હાથમાં ખૂલી તલવારે એક બારી પાસે સાવધાન થઈ ઉભે રહ્યો. આજે જેઠ વદ એકાદશીની અંધારી રાત્રી હતી. આકાશમાં નવલખતારાના મધુર પ્રકાશ પૃથ્વી પર પડતા હતા. દૂર વનપ્રદેશમાં શિયાળની લારી કે કુતરાના ભસવાને અવાજ આવો બંધ થયો હતો. મધ્યરાત્રીને સમય થયો અને એક દમ નીરવ શાંતિમાં સુસવાટ કરતા એક હાથે દાખલ થયો. પલંગ પાસે આવી તે એકદમ અટકી ગયો. કુમાર સાવધાન થઈ ગયો એણે બરાબર નિરિક્ષણ કર્યું. આખું શરીર દેવમાયાથી ગુપ્ત છે અને હાથ પર કંકણે છે. જરૂર આ કેઈ દેવી લાગે છે. પ્રથમ તે મડાબલે તે હાથને ખડગથી કાપી નાખવાનો વિચાર કર્યો પણ વિચાર્યું. એથી લક્ષ્મીપુંજ હાર મલશે નહિ અને આ દૈવી શક્તિ છટકી જશે. માટે એ હાથ જ પકડી લઉં. એમ વિચારી તુરત તેણે કુદકો મારી તે હાથ મજબૂત પકડી લીધો. તે દેવી હાથ પણ મહેલમાં ન રોકાતાં તુરત આકાશ ભણી ઉડવા લાગે. માર્ગમાં તે હાથે મહાબલને નીચે પાડી નાખવા ઘણી મહેનત કરી પણ કુમાર તેના સર્વ પ્રયાસ નિષ્ફળ P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust