________________ સતી મલય સુંદરી , રાજાના મનમાં આકર્ષણ વૃદ્ધિ પામ્યું હતું પણ સમય થઈ જવાથી મંત્રીઓને યોગ્ય ઉતારે વિસર્જન કર્યા. મંત્રીઓ એક સુંદર મહેલમાં ઉતારે પામી ત્યાં આવશ્યક વિધિ કરી રહ્યા હતા ત્યારે મહાબલકુમાર શીધ્ર સ્નાનવિધિ વગેરે પતાવી ચંદ્રાવતીની શેભા નિહાળવા રાજમાર્ગો પર નીકળ્યો. - ચંદ્રાવતીની અનુપમ શેભા નિહાળી રાજી થયેલે , અલકમાર પાછા વળતાં પોતાના ઉતારાની બાજુમાં એક ભવ્ય રાજમહેલના ઝરૂખા પાસે ઉભે રહ્યો કારણ કે ત્યાં બેઠેલી એક રાજકુમારી પર તેની દૃષ્ટિ પડી અને તે સ્થિર થઈ ગયો. તેનું અનુપમ રૂપ લાવણ્ય નિહાળી વિચારવા લાગ્યું કે શું આ કેઈનાગકન્યા છે કે દેવકની અસર છે? વળી તેની દૃષ્ટિ પણ તેને જ સ્નિગ્ધતાથી નિહાળી રહી હતી. ક્ષણવારમાં પરસ્પર તારા મિત્રક રચાઈ ગયું અને જાણે યુગે પરિચય હોય તેમ પરસ્પર એક બીજાના રૂપનું પાન કરી રહ્યાં. મલયસુંદરી વિચારતી હતી કે આ યુવાન પુરૂષ કેણું હશે ? રૂપ પણ સાક્ષાત્ કામદેવ જેવું છે. એના હાથ પગ અશોક વૃક્ષના પલવ જેવા છે. સારીય કાયા સુકુમાળ અને લાવણ્ય સભર છે હાથીની સૂંઢ જેવી મનોહર જંઘા શેભે છે. વિશાલ વક્ષસ્થળ છે. તેજસ્વી મુખાકૃતિ છે. સરળ નાસિકા છે. પરવાળા જેવા રકત અધર છે. શ્યામ કેશવાળી છે. સિનગ્ધ ને છે. સર્વાગ સુંદર આ રાજકુમારને અનિમેષ નયને તે નિહાળી રહી. વિચારવા લાગી. આ કુમારને જોઈ મારૂં મન કેમ આટલું વિહુવળ બને છે. એ કેને પુત્ર હશે. પૂર્વ જન્મને જાણે મારે ભર્તાર ન હોય? આમ વિચારતાં તેણે પિતાની જિજ્ઞાસા સંતોષવા એક ભેજપત્ર પર બે શ્લેક લખી નીચે કુમારની ઉપર નાખે. રાજકુમારે તે ભેજપત્ર ઉપાડી લીધું અને વાંચવા લાગ્યા. હશે? દરી એના હાથ પગ જ જેવી કાયા P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust