________________ મલય દેવીનું વરદાન 23 કયે સ્થળે” એમ જ્યાં પૂછવા જતી હતી ત્યાં કઈ મંદિરમાં દર્શન કરવા આવ્યું અને ચકેશ્વરી દેવી અદશ્ય થઈ ગયાં. એ દર્શન કરવા આવનાર કેઈ વિદ્યાધરી હતી. હું જેવી પ્રભુના દર્શન કરી બહાર નીકળી દેવીના ભવ્ય મુખકમલની સ્મૃતિમાં એવાઈ ગઈ હતી ત્યાં તે મને પૂછવા લાગી “તમે કેણું છે કે અહીં આવ્યા છે વિગેરે” મેં પણ મારે વૃત્તાંત તેને જણાવ્યું. અને કહ્યું “હે વિદ્યાધરી! મને ચંદ્રાવતી તું પહોંચાડ તારો ઉપકાર જીવનભર યાદ કરીશ.” તે વિદ્યાધરી કહે “હે સાધર્મિક બેન ! તને જરૂર હું ચંદ્રાવતી પહોંચાડું પણ મારે એક વિદ્યા સાધવાની છે. અને મારા સ્વામિ વિદ્યાધર હમણાં જ અહીં આવશે તે તારું શીલ સંકટમાં પડશે માટે તું મારી સાથે ચાલ. તને હું ચંદ્રાવતી પહોંચે તેમ કરી આપું.” હું તેની સાથે ચાલી. એક નદીના કિનારે અમે બન્ને આવ્યાં વિદ્યાધરી એક જાડું કાષ્ટ લઈ આવી. તેમાં વિદ્યાથી વચમાં મારા દેહ પ્રમાણ પિલાણ કર્યું અને એમાં મને સૂઈ જવા કહ્યું.” હું પ્રથમ ભય પામી, આ વિદ્યાધરી મને આ. રીતે મારી તે નહિ નાખે છતાં નવકારનું સ્મરણ કરતી હું એમાં સુઈ ગઈ. પછી તેણે મને ગશીર્ષ ચંદનને મારા દેહે લેપ કર્યો. અને મારા પર લાકડાની બીજી ફાડ ઢાંકી ઉપર બંધન બાંધી તે કાષ્ટ નદીમાં પધરાવ્યું. તે બાદ શું બન્યું તે તમે જાણે છે. હવે તમારૂં વૃત્તાંત કહો.” - રાજાએ તેના વિશે ચિતા રચી વિગેરે સર્વ વૃત્તાંત જણાવ્યું. અને લોકે એટલા માટે અહિં ભેગા થઈ ગયા છે તે સર્વ વિગત કહી. પિતાના પરને રાજાને અપ્રતિમ પ્રેમ જોઈ ચંપકમાલાને હર્ષના આંસું આવ્યા. રાજા અને રાણી P.P. Ac. Gunratnasuri Nus.Gun Aaradhak Trust