________________ પૂર્વભવ 181. સુતેલા મહાબલના વસ્ત્ર–અલંકારો હરણ કરવા લાગી. મલયસુંદરીએ જે લક્ષીપંજ હાર મહાબલને આપેલ, આ તે વ્યંતરીએ હરણ કર્યો અને પૂર્વભવના પ્રેમથી તે હાર કનકવતીના કંઠમાં નાખે. ગુરુની વાણીથી વિસ્મય પામેલા રાજા વિરધવલે કહ્યું: “–ભગવંત! સ્વયંવર મંડપ સિવાય તે પૂર્વે મહાબલ મલયસુંદરીને મળ્યો ન હતો એમ મારું ધારવું છે, તેનું કેમ?” રાજા વીરધવલને પૂર્વના મેળાપની ખબર ન હતી. તેથી તે સમયે મહાબલ અને મલયસુંદરી મુખ આગળ વસ્ત્ર રાખી ગુપ્ત પણે હસવા લાગ્યા. રાજાની શંકા દૂર કરવા ચંદ્રયશા કેવલીએ તે વૃત્તાંત પણ રાજાને કહ્યો કે મહાબલ મંત્રીઓની સાથે પૂર્વે ગુપ્તરૂપે આવેલ હતે પછી કનકવતીએ કપટથી તમને જ્યારે કહ્યું ત્યારે તે ચંપકમાલાના વેશે તેની પાસે જ બેઠો હતો, વિગેરે વાત કરી.' આ વાત સાંભળી શ્રોતાજ તથા રાજા પ્રમુખ હસી પડ્યા. મહાબલે તુરત રાજા વીરધવલને કહ્યું–સસરાજી ! ગુરૂમહારાજ યથાર્થ જ કહે છે. એમાં કંઈ સંદેહ કરવા જેવું નથી.” કેવલજ્ઞાનીની અનુપમ વાણી, યથાર્થ જ્ઞાન ખરેખર યથાર્થ જ હતું એ જાણી અને રાજા પ્રદ પામ્યા. ત્યારે ગુરૂ મહારાજે વાત આગળ ચલાવી “તે બાદ તે ભદ્રા વ્યંતરી, મહાબલને મારી ન શકી પણ તે તેનું હરણ કરી ગઇ. હાથરૂપે આવી અને તેને હરણ કરી આકાશમાગે ચાલી પણ કુમારે તેને મુઠ્ઠીથી તાડના કરી. તે બાદ કુમાર ચંદ્રાવતીની બાજુના વનમાં આમ્રવૃક્ષ પર પડયો અને તે વંતરી ભય પામી. પછી બીજી વાર આવી નહીં. ' પૂર્વજન્મમાં જે સુંદર નામે ચાકર હતો તે આ જન્મમાં પૃથ્વીસ્થાનપુરની બહાર વડવૃક્ષ પર ભૂત થયા હતા, જ્યારે P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust