________________ 16o સતી મલયસુંદરી લશ્કરને વધાર્યું. વેપારીઓને વેપારમાં સુવિધા કરી આપી. કલા કારોને પ્રેત્સાહન આપ્યું. દરેક ક્ષેત્રમાં એની વિશિષ્ટ સમજને લઈ પ્રજા એને દેવ માની એના પ્રત્યે અપાર પ્રેમ ધરાવતી થઈ. લેકે તે સિદ્ધરાજ કહેતા પણ એની યશગાથા. “મહાન સિદ્ધરાજ” તરીકે વિસ્તરી. પ્રસંગે શીધ્ર બનતા જતા હતા. પુણ્ય મનુષ્યને સુખ-સામગ્રી આપે–એ સન્માર્ગે વપરાય એમાં સન્મતિના રંગ પુરાય તો રાજા અને પ્રજા બને મહાન બને. સાધુ-સંતે આ જ રાજ્યને રામરાજ્ય કહે છે. જ્યાં પ્રેમની સત્તા હોય, સાગરતિલકમાં લોકો દરેક વાતે સમૃદ્ધ છે. સુખી છે. એવામાં વેપાર કરવા પરદેશ ગયેલે બલસાર સાર્થવાહ ખૂબ સમૃદ્ધિ કમાઈને પોતાના વતન આવ્યો. સમુદ્રતીરે વાણે નાંગરીને રીવાજ મુજબ રાજાને ભેટનું આપવા તે રાજી મંદિરમાં આવ્યા. નૂતન રાજાને નમસ્કાર કરી તે ઉભે રો, પણ પૂર્વના કરતાં આ નવીન રાજાનો કેઈ અજબ પ્રભાવ એણે જોયે, સૌમ્ય છતાં તેજસ્વી ! શાંત છતાં દુર્ગમ! ગંભીર છતાં વિલક્ષણ! એના મંત્રીઓની કમવાર બેઠકે-ચોકીદારોની શિસ્તબદ્ધ ગોઠવણી અને રાજાને શાહી પ્રભાવ ! એના મુખમાંથી શબ્દ સરી પડ્યા....ખરેખર સુંદર રાજ્યવ્યવસ્થા ! મહાન મંત્ર! એને માલિક પણ મહાન ! મહાન સિદ્ધરાજ ! - અકસ્માત એની દષ્ટિ રાજાની રાણી પર પડી. એના હૈયામાં ફાળ પડો ! અડે. આ તે મલયસુંદરી! આને કર્થન કરવામાં મેં બાકી રાખી નથી. એ રાજાને વાત કરશે તે મારી શી હાલત થશે ? રાજાનું પ્રતાપી મુખ જેમાં પ્રથમ વાર જ એના પગ ધ્રુજવા માંડયા...... P.P.AC. Gunratnasuri Mus.Gun Aaradhak Trust