SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ અંધકૂવામાં મિલન રાજાએ તે યુવાન પુરુષને ધ્યાનથી જોયા. આનું સ્વરૂપ વિધાધર કે સિદ્ધ પુરૂષથી વિલક્ષણ છે. શરીર પર ચિન્હ પુરુષનાં છે. વેશ મલયસુંદરીના જેવું છે. નક્કી આ સ્ત્રીએ જ કોઈ પ્રયોગથી પુરુષરૂપ ધયું લાગે છે. તે બેલ્યા. “મલયસુંદરી! ખરેખર એમજ લાગે છે કે તે કોઈ પણ ઉપાયે પુરુષ૨૫ ધારણ કર્યું છે. માટે સત્ય કહે, નહિ તો તારે વધ થશે.” મલયસુંદરીએ જવાબ જ ન આપે........રાજાએ સુભટોને. હુકમ કર્યો; “સુભટો! જુઓ છો શું? આ યુવાન પુરૂષને નજરકેદ કરી બીજા મહેલમાં મૂકી આવો, નહિ તો મારી રાણીઓ. આને જોઈ અનર્થ કરશે. મને ગણશે પણ નહિ.”, - તુરત સુભટોએ તેને બીજા આવાસમાં લઈ જઈનજરકેદ. કરી. મલયસુંદરીના હર્ષને પાર ન રહ્યો કારણ કે રાજા હવે. તેના શીલવ્રતને ખંડિત કરે તે સ્થિતિમાં ન હતો છતાં તે. તેને છેડે તેમ પણ ન હતો. આમ છતાં રાજાની જિજ્ઞાસા શાંત ન જ બની. તે ફરી તેના મહેલે આવ્યો અને ઘણું મીઠા શબ્દોથી બોલ્યો. “અરે સુંદરી ! તારું પુરુષ રૂપ કયા. પ્રયોગથી બનાવ્યું તે તો કહે ? કેવી રીતે ફરી એ અનુપમ. લાવણ્યમય નારીરૂપ બને ?" કઈ વ્યક્તિ એવી ન હોય કે જીતેલે ગઢ શત્રુને સોંપી. દે. અથવા પિતાના ગઢને જીતવાને માર્ગ બતાવી દે. મલયસુંદરીએ મૌન જ શ્રેયસ્કર માન્યું. એનું અકળા. મૌન જોઈ રાજા કે ધાતુર બની તેને ગડદા પાટુ મારવા લાગ્યો. મલયસુંદરીએ તે મુંગે મેઢે સહન કર્યું. આ . આમ દરરોજના રાજાના પ્રહારથી તે તંગ આવી ગઈ અહીંથી છૂટવાને ઉપાય શોધવા લાગી. એક દિવસ પહેરેગીરો. રાત્રીના સમયે ગાઢ નિદ્રામાં પડયા હતા તે અવસરે ચુપચાપ P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust
SR No.036485
Book TitleSati Malayasundari Charitra
Original Sutra AuthorN/A
AuthorJaytilaksuri, Vijaysadgunsuri
PublisherSadgun Sahitya Prakashan Mandir
Publication Year1982
Total Pages205
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy