SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ શીલવતની કસોટી 117 રામ...જય સીયારામ કરતાં વહાણ ઉપાડયા. અગાધ જલરાશિ ઉપર કીડા કરતા જલસ્તિ જેવા એ વહાણો શેભી રહ્યા હતા. ઉપર આકાશ અને નીચે જલધિનાં ગંભીર વારિ! સાગરનાં મેજા વાંભ વાંભ ઉછળતા હતા. પવન પણ સાનુકુલ હતે. ખારવા ગીત ગાઈ રહ્યા હતા. એ સમયે મલયસુંદરીને પિતાને પુત્ર સાંભર્યો. એ સાર્થવાહ પાસે આવી પુત્રની યાચના કરવા લાગી. અશ્ર સારતી બોલી : “હે સાર્થવાહ ! મારા પુત્રને તે શું કર્યું છે? કયાં રાખે છે. મને પાછો આપ. તારે ઉપકાર નહિ ભૂલું.” શિકાર હાથમાં આવેલ જાણી સાર્થવાહ મનમાં ખુશ થયો. બોલ્ય. “સુંદરી ! તારો પુત્ર તારા હાથમાં જ છે. તારૂં ભાવિ તારા હાથમાં છે. છેલ્લીવાર નક્કી કરી લે. જે પુત્રનું મિલન ઇચ્છતી હોય તો મારી સાથે મિલન કર... બસ આ જ એક માર્ગ છે. તારા અને મારા બન્નેના સર્વ મનેર પછી પૂર્ણ થશે.” આમ કહી તે કામી નજરે મલયસુંદરી પ્રતિ જોઈ રહ્યો. વિષય-વિકાર માનવીને ભાન ભૂલે બનાવે છે. બાહ્ય રૂપના ભીખારીઓની મનોદશા ખરેખર છતી આખે આ ધ જેવી હોય છે. મલયસુંદરીને વ્યાવ્રતટી ન્યાય જેવું થયું. એક તરફ વાઘ ! બીજી બાજુ નદી ! પુત્ર મળે તો શીલત્રત જાય. શીલ સચવાય તો પુત્રનો વિરહ જ રહે.... એણે વિચાર્યું. શીલત્રત તો દીવો છે. એ વિનાનું સ્ત્રીનું જીવન તો શેરડીના ચૂસાયેલા કુચા જેવું છે એ મૌન રહી. બલસાર સમજી ગયો. આ નારી સામાન્ય નથી. એ પોતાના પંજામાં સપડાય તેમ નથી. એણે મનોમન એક જના ઘડી કાઢી. કારૂને ત્યાં વેચાણ ચંચલ નારીના ચિત્તની જેમ ડોલતા વહાણે આખરે બમ્બર P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust
SR No.036485
Book TitleSati Malayasundari Charitra
Original Sutra AuthorN/A
AuthorJaytilaksuri, Vijaysadgunsuri
PublisherSadgun Sahitya Prakashan Mandir
Publication Year1982
Total Pages205
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy