________________ દુર્જનનો સફળ દાવ 105 આજ તમારી રાક્ષસી કે બીજી કોઈ?” રાજાએ કહ્યું “બસ આજ સ્ત્રી નાચતી હતી.........” કુમાર બધી વાત સમજી ગયે. તે કનકાવતીના પ્રપંચને પાર પામી ગયે. એને એટલે કે ચઢી આવ્યો કે તે કનકવતીને પેટીમાંથી બહાર કઢાવી નિષ્ફરપણે મારવા જ લાગે. જ્યારે કુમારે કહ્યું “સાચું બોલ દુષ્ટા ! નહિ તો તને આજે મારી જ નાખશું.” ત્યારે તેણે બધી જ વાત સાચી જણાવી દીધી. કુમારે તેને ત્યારબાદ નાસી જવા દીધી. અવિચારિત કર્તવ્યથી હવે રાજાને મહાન પશ્ચાત્તાપ થયો. અહો! મેં શું કર્યું!” “સહુ વિધી યા” એ સૂત્ર હું જાણતો છતાં–લકે મને બુદ્ધિમાન બૈર્યવાન કહે છે છતાં મારી વિચારશીલતા એ સમયે કયાં ગઈ! “હે નિષ્ફર સુરપાલ! તે કેવો અનર્થ કર્યો ! આ મારા કુમારની આશાનું નગર બાળી મૂક્યું....... કુલને ઉચછેદ કર્યો. એ સગર્ભા હતી......તેણે વિચાર પણ ન કર્યો. અરે રે એટલેય વિચાર ન કર્યો કે આ નાચતી સ્ત્રી મલયસુંદરી છે કે બીજું કઈ છે–તપાસ પણ ન કરી ?" અને તે અશ્રુધારાએ રડવા લાગ્યા.... આ બાજુ મહાબલની સ્થિતિ તો અવાચક જેવી જ હતી. એણે કેઈ સાથે બોલવું પણ બંધ કર્યું. તેનું હૃદય આ વજી જેવા આઘાતે પ્રિયાના વિયોગે ઝૂરવા લાગ્યું. અહો ! સ્નેહ અને મેહની દશા આવી જ છે. ભાગ્યે જ શ્રેષ્ઠ છે. વિધિ જ બળવાન છે એ વાત જ્ઞાની પુરુષે પણ આ સમયે ભૂલી જાય છે. પૂર્વકૃત કર્મના ઉદયે મહાપુરુષોને પણ વિડંબના થયા વિના રહેતી નથી એ સનાતન સત્ય છે. P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust