________________ '100 સતી મલય સુંદરી | વિચારવાન છતાં ભાગ્યે ભૂલાવેલી મલયસુંદરીએ તે વાત સ્વીકારી લીધી. પ્રભાતે મુકામે જવાનું બહાનું કાઢી કનકાવતી સીધી સુરપાલ રાજા પાસે પહોંચી. નગરમાં મરકીને રોગ ચાલતું હતું તેને નિમિત્ત બનાવી કેવી રીતે રાજાને વાત કરવી તે યોજના એણે ઘડી લીધી હતી. રાજા પાસે એકાંતમાં બેસી એણે સુંદર રજુઆત કરી : “હે રાજન! તમે મારી વાત નહિ જ માને છતાં તમારા હિતની છે એટલે કહેવા આવી છું” રાજાએ કહ્યું, “હું તને અભયવચન આપું છું કે ગમે તેવી ગુપ્ત વાત હશે છતાં મનમાં રાખીશ. અને તે સંબંધમાં તને કંઈ ભય હશે તે રક્ષણ કરીશ.” - કનકવતી ગંભીર મુખ કરી બોલી. “મહારાજ! આપણું શહેરમાં કેટલાક દિવસથી મરકીને ઉપદ્રવ ચાલે છે. આ ઉપદ્રવ એક રાક્ષસીએ કરેલ છે અને રાક્ષસી જેવા ચેનચાળા ટુચકા કરવાથી તે નિત્ય વૃદ્ધિ પામે છે. આ શહેરમાં એક એવી રાક્ષસીની મેં ગઈકાલે જ શોધ કરી છે. આપ અભયવચન આપે તે હું તેનું નામ કહું.” રાજાએ ફરીથી અભયવચન આપ્યું. કનકવતી બેલી–“રાજન તમે નહીં માને પણ એ છે આપની પ્રિય પુત્રવધૂ મલયસુંદરી. ગઈકાલે મારા મહેલેથી રાત્રીના સમયે એના રાક્ષસીના ચેનચાળા જોયા. આપની ઈચ્છા હોય તે આપ આ રાત્રીએ દૂરથી જોજે. એના મહેલે રાત્રે એ રાક્ષસી કેવા ચેનચાળા કરે છે તે.. આપતે દયાળુ છે. સમગ્રનગરના કલ્યાણ માટે એક સડેલા પોતાના પ્રિય અંગને પણ છેદવામાં બાધ નથી. મને પણ એ પ્રિય છે પણ શું કરું? સાચી વાત જણાવવાથી સૌનું કલ્યાણ સમજી હું અહીં આવી છું. રાજા મરકીનું કારણ જાણવા ઉત્સુક તે હતો જ એમાં આ કનકવતીનું કહેવું સાંભળી તે આશ્ચર્ય P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust