________________ સતી મલયસુંદરી ચેરનું મૃતક પણ ત્યાં કુંડાળામાંથી ઉડીને તે વૃક્ષ પર ફરી લટકાઈ ગયું.” આ સાંભળી શ્રોતાજને ક્ષણવાર સ્તબ્ધ થઈ ગયા. એકે કહ્યું : પેલે યેગી તે લક્ષણવાન જાણીને મૃતક લાગે છતાં દેવીએ તે અશુદ્ધ કેમ કહ્યું? કુમાર અને જવાબ ન આપી શકો. રાજાએ કહ્યું, “ઓહ એના મુખમાં પેલી સ્ત્રીનું નાક હોવાથી તે અશુદ્ધ બની ગયું.” કુમાર બેલી ઉઠ. સાચી વાત! એ સમયે મને એ વાત યાદ ન રહી, નહિ તે બીચારા તે યોગીનો નાશ ન થાત.” રાજાએ કહ્યું, “વત્સ! ખેદ ન કર, સિદ્ધિ ભાગ્યમાં ન હોય તેને મળતી નથી. હાં પણ પછી તારા નાગપાશ કેવી રીતે છૂટી ગયે? મહાબલે કહ્યું. “પછી પિતાજી! દેવીના ગયા બાદ તે સર્પોની એક પુંછડી મારા મુખમાં આવી. મેં એવી રીતે દબાવી કે તે સર્પો મારા હાથથી ઉખડી નીચે જઈ પડ્યા. વિષહારી મણી મારી પાસે હોવાથી એનું ઝેર કાંઈ મને ચડ્યું નહિ. ત્યારબાદ તે તમે સર્વ આવ્યા અને પછીની વાત તમને ખબર છે. પણ એ રાત્રી ! થડા કાળમાં પણ મેં જે દુઃખ અનુભવ્યું, વિવિધ અનુભવ થયા, ખરેખર હૃદયમાં હજુય કમકમાં આવી જાય એવી એ વાત બની.” લકે કુમારની વાત શ્રવણ કરી તેની પ્રશંશા કરવા લાગ્યા “અહો! કુમાર! દૌર્યશાળી જ આવો ભાર સહી શકે. આવું મહાન કાર્ય કરવામાં કેવી તમારી ધીરતા! નીડરતા! શું તમારું સાહસ! બુદ્ધિ! પરોપકારીતા ! કરુણ ! દક્ષતા ! પુણ્ય પ્રાગભાર! કે આવી ગુણવાન કન્યા પરણીને પાછા P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust