________________ - 10 શ્રી સૂત્ર વાંચન-પ્રવચનમાળા અષાઢ વદ 2 થી સૂરામાં શ્રાદ્ધવિધિ પ્રકરણ અને ચરિત્રામાં જૈન રામાયણની ઉછામણીપૂર્વક સૂવાંચનને પ્રારંભ થયો. પૂજ્યશ્રીના પ્રવચને દૈનિક જીવનને સ્પર્શતા હતા. લોકોને રસ પડતો ગયો અને સભા પણ જામતી ગઈ. અને તેમના પ્રતિ લોકોની ધીરે ધીરે સભાવના થતી ગઈ. દર રવિવારે વિવિધ વિષયો પર જાહેર પ્રવચને રાખતા તેમજ દર રવિવારે વિવિધ તપ જપ પણ પારણા–અત્તરવારના | વિગેરે થતા ગયા. બાલમુનિના આચારાંગના જોગ (ઉત્તરાર્ધ) પન શરૂ થઈ ગયા અને પર્યુંપણા પૂર્વે જોગ નિમિત્તો શ્રી સિદ્ધચક પૂજન ભણાવાયું તેમાં (1) શ્રી પ્રતાપભાઈ સંઘવી (2) શ્રી ધીરજબેન સલોત (3) શ્રી રમેશભાઈ વખારીઆ (4) શ્રી જયંતીભાઇ હરીલાલ આ ચાર વ્યક્તિઓ તરફથી આ મહાપૂજન હતું. વળી શ્રી પ્રતાપભાઇએ બાલમુનિને પારણા માટે વાજતે ગાજતે આચાર્ય મ. શ્રી આદિ સકલ સંઘ યુક્ત લઈ ગયા અને શ્રી સંઘપૂજન કર્યું. શ્રી પર્યુષણ મહાપર્વની આરાધના શ્રી પમ્પણા મહાપર્વની આરાધના વિવિધ ઉછામણીયુક્ત શાનિ. પૂર્વક અને ધાર્યા કરતાં સુંદર થઈ. પૂ. આચાર્ય મ. શ્રી તથા મુનિશ્રી દર્શનવિજયજી આદિની નિશ્રામાં (ઇસ્ટન્વેસ્ટ) પારલા શ્રી સંઘમાં અનુમોદનીય તપશ્ચર્યા અને આરાધના નીચે પ્રમાણે થઈ. (1) બાલમુનિના શ્રી આચારાંગ સુત્રના યોગોહન માસક્ષમણ-૩–સિદ્ધિતપ-૩-દોઢ માસી ત૫-૪-સરાર ઉપવાસ-૧, (2) સોળ ઉપારા-૨–૧૧ ઉપવાસ-૧-નવ ઉપવાસ-૧૦-અઠ્ઠાઈ-૮૦સાત ઉપવાસ-૨-છ ઉપવાસ-પ–પાંચ ઉપવાસ-૧–ચાર ઉપવાસ-૧૦--- અઠ્ઠમ-૨૨૫–અક્ષયનિધિ તપ-૧૩-ક્ષીરસમુદ્ર-૩–વરસીતપ-૭–આયંબીલ ૫૦૦–ચોસઠ પહોરી પૌષધ-૫૫–સંપૂર્ણ ચાતુર્માસ દરમ્યાન અખંડ અઠ્ઠમ-૫–તેમજ અનેકવિધ (દેવદ્રવ્ય-જ્ઞાનદ્રવ્ય–સાધારણ દ્રવ્યની પણ સારી એવી) વૃદ્ધિ થઇ હતી. તે સર્વની અનુમોદના માટે પારલા P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust