________________ અહીં વનમાં રહે છું. મદને ભિલના વેશથી આ પ્રમાણે કહ્યું, તે સાંભળી સર્વ સુભટો કોપ પામ્યા, અને આ પ્રમાણે બેલ્યા- અરે શઠ! તું શું કૃષ્ણનો પુત્ર છું કે, આવાં વચન બોલે છે. અથવા અમારા રાજા દુધનની “ઉદધિ” નામની કન્યાને શું બળાત્કારે લેવા ધારે છે? અરે નિલજ પાપી ! આવાં પાપ વચન કેમ બોલે છે ? તારા જેવા મૂઢને એ કન્યા મનવડે પણ પ્રાપ્ત ન થાય. રાતાં ચનાવાળા, કપિલ કેશ ધરનારા, કાળા દાંતવાળા અને કૃષ્ણ કાંતિવાળા તારા જેવા કુરપીને શું તે સુંદર કન્યા ચોગ્ય છે? તે રાજકન્યા તે પુણ્યવાનને જ યોગ્ય છે, તારા જેવા પાપીને એગ્ય નથી. કઠિન અને પુષ્ટ સ્તનથી વિરાછત અને સર્વ લક્ષણથી યુક્ત એવી એ સુંદરી તારાથી કેમ પ્રાપ્ત થાય? લેકમાં દુર્લભ એવી એ બાળાને પ્રાપ્ત કરવાની જે તારી ઈચ્છા હોય તે, ભ્રપાત [ ભૈરવજપ ] કરી સત્વરે મૃત્યુ પામ, અને પછી વ્રત ધારણ કર, આ નિંદિત જાતિને છોડી દે, એમ કરતાં અગ્ર જન્મમાં 1 પર્વતના શિખર ઉપરથી પડી ભરવું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust