________________ ધૃતરાજાએ ધૃતરાષ્ટ્ર અને પાંડુને રાજ્ય આપી વિદુરની સામે દીક્ષા લીધી. ધૃતરાષ્ટ્રને ગાંધારી નામની સ્ત્રી થકી દુર્યોધન વિગેરે સે પુત્ર થયા. તેઓ પરાક્રમથી પૃથ્વીમાં પ્રખ્યાત થયા. રાજા ધૃતરાષ્ટ્ર અને પાંડુએ પુત્રોને વનવયવાળા યોગ્ય જોઈ તેઓમાં જેષ્ટ પુત્રને રાજ્ય સેંપી મહાવ્રત ગ્રહણ કર્યું. દુર્યોધને બુદ્ધિની કુશળતાથી પાંડુના પુત્રને રાજ્યનો ત્યાગ કરાવ્યો, અને પોતે સ્વતંત્ર મહારાજા થયો. તે દુર્યોધન હાલ રાજ્ય ચલાવે છે. તેને “ઉદધિ” નામે એક સુંદર કન્યા છે. તેનું રૂ૫, ચરિત્ર, ગુણ, લાવણ્ય, વાગ્યાધુર્ય, વિદ્યા, વિનય, સંદર્ય, નેશભા, તેજ, લોકપ્રિયતા, બંધ, લીલા, લાલિત્ય અને કળા કૌશલ્ય એવાં ઉત્તમ છે કે, જેનું વર્ણન કરવાને બૃહસ્પતિ પણ સમર્થ થઈ શકતો નથી. રાજા દુર્યોધને જ્યારે તું ગર્ભમાં હતું, ત્યારથી તે કન્યા તને આપી હતી. તારે જન્મ થતાં જ તારા શત્રુએ તને હરી લીધું હતું. તે વૃત્તાંત દુર્યોધનના જાણવામાં આવતાં તે પિતાની કન્યાને તારા અનુજબન્ધને માટે દ્વારકામાં વિવાહ કરવા મોકલે છે–તેનું આ ચતુરંગ સૈન્ય જાય છે. * * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust