________________ 76 સરિતાનું જળ સુગંધી અને પીવા યોગ્ય છે. હંસ તથા સારસ પક્ષીવાળી, અગાધ, મગરવાળી અને પ્રવાહથી ગાજતી એવી આ નદી સ્વર્ગની અલકનંદી જેવી લાગે છે, એ સરિતાને જોઈ મદનનું હૃદય પ્રસન્ન થયું. ત્યાંથી થોડે દૂર જતાં નારદે મદનને કહ્યું, વત્સ ! જો આ ભારત વર્ષની પ્રખ્યાત ગંગા નદી છે, તે પવિત્ર સરિતાનું જળ કેવું સ્વચ્છ છે? તેના તીર ઉપર દેવકન્યાઓ સ્નાન માટે આવી બેઠેલી છે, કાંઠા ઉપર રહેલી કનરની સ્ત્રીઓના ગીતથી તથા હંસ સારસ પક્ષીઓના મધુર શબ્દોથી આ સરિતાએ ત્રણ જગતને વશ કર્યો છે, આ તીર્થરૂપ મહા નદીને જોઈ મદન અત્યંત આનંદ પામી ગયે, “અહા ! આ નદી સ્વર્ગની સરિતાના જેવી રમમણીય અને વિસ્તારવાળી છે, " એમ કહી તેઓ બંને ઘણીવાર સુધી તેની રમણીયતા જેવા લાગ્યા. - ત્યાંથી આગળ ચાલતાં એક મોટું સન્ય જોવામાં આવ્યું. તેમાં હજારે ગજે દ્રો, અાના સમહ, રથ, અને દિલ સંખ્યાબંધ હતા. તે ચતુરંગ સૈન્યમાં વાજિત્રાના નાદ થઈ રહ્યા હતા. ચક્રવતના જેવું તે સૈન્ય જોઈ, મદને વિસ્મય પામી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust