________________ 74 અટવી નારદજીના જોવામાં આવી, તેની અંદર તક્ષક' નામે પર્વત જોવામાં આવ્યા, જ્યાં મદનને તેના શત્રુઓ હરી શિલાતલની નીચે રાખ્યો હતો. તે જોઈ નારદે તે અટવી મદનને બતાવી, અને તેને પૂર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. મદન તે જોઈ ખુશી થયો. ત્યાંથી વિમાન આગળ ચાલતાં નારદ મદનને કહ્યું, વત્સ ! જે આ હરિણીઓનું વૃંદ કેવું સુંદર છે ? કાનમાં વિમાનની ઘંટાઓના નાદ સાંભળી તેણે કેવાં મુખ ઉંચાં કર્યાં છે ? તેમની આગળ નાનાં નાનાં બાલ મૃગ કેવી મનોહર કીડા કરે છે? ક્ષણમાં આગળ અને ક્ષણમાં પાછળ કેવાં ચાલે છે ? આ હરિણીઓનું વૃંદ જોઇ કોનું મન હુરણ ન થાય તે જોઈ મદન અત્યંત હર્ષ પામ્યા. ત્યાંથી કેટલેક દૂર જતાં એક મયુર પક્ષી જોવામાં આવ્યા. નારદ બોલ્યા વત્સ ! જે આ સુંદર પક્ષી પ્રયુલિત મુખ કરી કળા પ્રસારી કેવું લાગે છે? | તેના મુખમાંથી કે મધુર કેકારવ નીકળે છે? તે જોઈ મદન ખુશી થશે. ત્યાંથી વિમાન આગળ ચાલ્યું, ત્યાં નારદ મદન પ્રત્યે બોલ્યા- પુત્ર ! જે, મહર અને ભયંકર આ કેશરીસિંહ ક્રીડા કરે છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Guit Aardak