________________ છી નારદજીના કહેવાથી મદને પિતા કાલસંવરને નાગપાશમાંથી મુક્ત કર્યો, અને જે સૈન્ય મૂછિત થઈ પડ્યું હતું, તેને વિદ્યાના પ્રભાવથી બેઠું કર્યું. મૂછોમાંથી જાગ્રત થયેલા સુભટો “આ દુષ્ટને મારો પકડો " એમ બેલી મદન સામે ધસી આવ્યા. તે જોઈ નારદજી બોલ્યા- સુભટો ! શાંત થાઓ. તમારે પરાક્રમ યુદ્ધમાં જોઈ લીધું છે, હવે ક્ષેમ કુશળ પાછા નગરમાં જાઓ. આ વીર મદને તમને જીવિતદાન આપેલું છે. પછી નારદે ત્યાં બનેલું વૃત્તાંત તેમને જણાવી દીધું. તે જાણી સુભટો શાંત થઈ ગયા. ચતુરંગ સેના નગરમાં પાછી વળી. રાજા કાલસંવર એ શરમાઈ ગયે કે, તે નારદ કે મદન પ્રત્યે કાંઈ બોલી શકે નહીં. દીન વદને તે પાછો નગરમાં આવ્યો. તેણે આવી પોતાની પ્રાણવલ્લભા કનકમાળાને કહ્યું, દેવી, આમાં તારે દેષ નથી. પૂર્વના જેવાં કર્મ તેવું બને છે. તારે હૃદયમાં જરા પણ સુખ દુઃખ લાવવું નહિ. તે બને દંપતી તે વિષેની ચિંતા કરતાં મંદિરમાં બેસી રહ્યાં. પછી અહીં મદનને દયા આવી તેણે વાપિકામાં બંધાએલા પિતાના સર્વ બધુઓને P.P. Ac. Gunratnasurf M.S. Jun Gun Aaradhak Trust