________________ આપી બેલ્યા–આ શું થયું ? મદન બેલ્યો– મુનિશ્વર, સાંભળે. મારી માતાના વિપરીત કહેવાથી પિતાએ મારા જેવા બાળકને મારવાનું ચિંતવ્યું એ કેવું નિંદિત કામ ? પછી રાજા કાલસંવર સાંભળે તેમ મદને માતા કનકમાળાને બધો વૃત્તાંત નારદમુનિ આગળ કહી સંભળાવ્યો. તે સાંભળી કાલસંવર શરમાઈ ગયો. તે સાંભળી નારદે કાન આડા હાથ કર્યા, મસ્તક ધુણાવ્યું અને નેત્ર મીચી દીધાં. નારદ બોલ્યા- વત્સ, આવી જગતને નિંદવા યોગ્ય વાત છોડી દે. પાપી ચિત્તવાળી સ્ત્રીઓનું ચરિત્ર કણ વર્ણવી શકે ? કપ પામેલી દુષ્ટ સ્ત્રી ચક્રવાકની જેમ પ્રીતિવાળા પ્રાણવલ્લભને, પિતાને, માતાને, પુત્રને, અનુજબંધુને અને ગુરૂને મૃત્યુ પમાડી દે છે. દુષ્ટ માનવસ્ત્રીઓની શી વાત કરવી ? આવાં નારદનાં વચન સાંભળી મદન બેલ્યાઋષિરાજ ! હું હવે માબાપ વગરનો થઈ ગયે. હવે મારે ક્યાં જાવું ? અને શું કરવું? મને ઉપાય બતાવે. મારું જીવન કેમ ચાલશે ? રાજા કાલસંવર મારા પિતા છે, અને મને સ્તનપાન કરાવનાર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust