________________ પ બાહર કાઢી મુકી. “પાપીઓને સુખ ક્યાંથી હોય?” તે ગંગા નદીને કાંઠે એક ઘાસની ઝુંપડી કરી રહેવા લાગી. તેના દુર્ગધી શરીરમાં સૈકડો છિદ્ર પડ્યાં હતાં. ત્યાં રહી તે હેડીથી લેકને ગંગા નદી ઉતારતી હતી. તેમાંથી જે મળે તે વડે ઉદર પૂરણું કરતી હતી. કોઈવાર વિશેષ દ્રવ્ય મળે છે તેમાંથી કાંઈક પિતાને ઘેર મોકલાવતી. પાપનું ફળ ભેગવતી એ સ્ત્રી લોકોમાં દુર્ગધા એવા નામથી પ્રખ્યાત થઈ. આ પ્રમાણે તે ત્યાં હાડીનો ધંધો કરતી કાળ નિર્ગમન કરતી હતી. એક વખતે માઘમાસનો સમય હતો. હિમ પડવાથી અતિ શીત પડતી હતી. આ સમયે સ ધ્યાકાળે પેલા મલીન શરીરવાળા મુનિ ગંગાના તીર ઉપર આવી ચડ્યા. મુનિ શિતથી પીડિત થઈ તેની આજ્ઞા લઈ ઝુંપડીની પાસે પડી રહ્યા. મુનિને શિતથી કંપતા જોઈ તે દુધાએ ચિંતવ્યું કે, આ વૃદ્ધ મુનિ શીત પીડિત છે. તે સરિતાના શીતળ તીર ઉપર શી રીતે રહી શકશે? હું અહિં અગ્નિને તાપ લઉં છું અને શરીર ઉપર વસ્ત્ર ઓઢી પડી છું, તથાપિ મને શીતપીડા થાય છે, તે આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust