________________ 35 કઈ કઈ ચેષ્ટા ન થતી હતી ? એવી રીતે નારીઓના વૃદે જોયેલ મદન જ્યાં બેચર પતિ કાલસંવર રહ્યા હતા, તે રાજમંદિરમાં આવ્યો. મદને મસ્તકના કેશથી માર્જન કરતાં વિનય વડે પિતાના ચરણમાં પ્રણામ કર્યા. પિતાએ પુત્રને આલિંગન અને મસ્તક પર ચુંબન કરી, શરીરની કુશળતા પુછી. મદને કહ્યું કે, પૂજ્ય પિતાને પ્રસાદથી સર્વદા મારી કુશળતા છે. પછી ક્ષણવાર ત્યાં રહી, પિતાની આજ્ઞા લઈ મદન માતાના મંદિરમાં આવ્યા. માતાના ચરણમાં નમી, વિનયથી તેમની આગળ બેઠે. કનકમાળાએ સોળ લાભ મેળવી આવેલા પુત્રને આશીર્વાદ આપ્યો, તે વખતે મદનની મનોહર મૂર્તિ આ પ્રમાણે જોવામાં આવી– તે સર્વ લક્ષણથી સંપૂર્ણ હતો. નવ ચાવનથી વિભૂષિત થયેલું હતું, ગુણના યશથી તેણે વિશ્વને વ્યામ કર્યું હતું, કમળ, કાળા, વાંકડીઆ અને લાંબા કેશથી તેનું મસ્તક સુંદર લાગતું હતું, તેનાં વિશાળ લેચન કૃષ્ણ, શ્વેત અને રક્ત હતાં, મુખ ચંદ્રના જેવું આલ્હાદક હતું, કંઠે શંખના જે મનહર હતું, વક્ષસ્થળ મેરૂ ગિરિની ભીંતના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust