________________ 274 હતા, જે મદન મુનિ પૂર્વે શેળ શૃંગાર સાથે રાજ લક્ષમીથી વિભૂષિત હતા, તેઓ અત્યારે રાગ રહિત થઈ દ્વાદશાંગ વડે વિભૂષિત થયા હતા, જે પૂર્વે સ્ત્રીઓનાં ગીત તથા નૃત્યથી દિવસ નિર્ગમન કરતા, તે અત્યારે ભયંકર ગહન વનમાં કાયોત્સર્ગ કરી, ધર્મ ધ્યાનમાં દિવસ નિર્ગમન કરતા હતા, જે પૂર્વ ગજેંદ્ર, અશ્વ અને ચંદ્રરથ જેવા રથ વડે લીલાથી વિચરતા, તે અત્યારે યુગ માત્ર દષ્ટિ રાખી ત્રણ ગુદ્ધિ વડે યુક્ત થઇ, પૃથ્વી ઉપર વિહાર કરતા હતા, સર્વ પ્રાણ ઉપર અનુકંપા રાખનારા જે મુનિ પૂર્વ ચતુર સ્ત્રીઓની સાથે ગાથા, દુહા, સમશ્યા અને પાદપૂર્તિથી વિનોદ કરતા હતા, તે મુનિ અને ત્યારે શાસ્ત્રને અનુસાર સર્વ જનને હિતકારી એવાં પ્રબેધક સૂત્રેના મિત વચન વડે આત્મ વિનોદ કરતા હતા, પૂર્વ સુવર્ણ, રત્ન, તથા મણિમય પાત્રિમાં જે ભેજન કરતા, તે અત્યારે મુનિજનને ઉચિત એવા પાત્રમાં તથા કરપાત્રમાં પણ આહાર લેતા હતા, જેઓ પૂર્વે સર્વ ગુણવાળા ચપળ અને મનહર પુત્રની સાથે ગ્રહવાસમાં આનંદ કરતા, તેઓ અત્યારે એકાકી, નિસ્પૃહ, શાંત અને પરમ વૈરાગ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust