________________ નેહ દુઃખનું મૂળ છે. આ પ્રમાણે જાણી ભવિજનિએ સ્નેહનો ત્યાગ કરે. આવાં મદનનાં વચન | સાંભળી કૃષ્ણને દુઃખ થઈ આવ્યું. પુત્રને વિયોગ થશે, એમ ધારી તે ગદ્ગદ્ કઠે થઈ ગયા. પિતાને મહમગ્ન થઈ શક કરતા જોઈ, મદનકુમાર બે - પિતાજી! મારું વચન સાંભળે. પૂજ્ય ! વૃથા શેક શામાટે કરે છે? તમે સુજ્ઞ છો. તમને ઉપદેશ કરે તે સૂર્યની આગળ દીપક ધરવા જેવું છે. પ્રાણીઓને આયુષ્યનો ક્ષય થતાં મૃત્યુ અવશ્ય આવે છે. બાળક, કુમાર, ચતુર, સ્વરૂપવાન, બુદ્ધિમાન, સુશીલ કે દુરશીલ, ગુણ કે અગુણી, કાયર ને શૂરવીર, યુવાન કે વૃદ્ધ કોઈને પણ મૃત્યુ ગણતું નથી. સુચના પતિ, ઈદ્રજિત શ્રીમાન અને ચક્રવર્તીના પુત્ર જે હતો, તે પણ ક્યાં ચાલ્યો ગયો. આદિનાથ પ્રભુનો પુત્ર ભરત ચક્રવર્તી અને ઉજવળ યશવાળ સૂર્યયશા રાજા તે પણ ક્યાંઇ ચાલ્યા ગયા. વૃષભ ભગવંતનો પુત્ર બાહુબલી અને નમિ વિનમી ખેચર પણ મૃત્યુના પાશમાં આવી ગયા છે. આ પ્રમાણે કેટલાએક વચનો કહી કૃષ્ણને સમજાવી, અને શબને પોતાના પદ ઉપર રાખી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust