________________ 259 વિરકત થઈ ગયો હતો. કૃષ્ણને નમસ્કાર કરી, મદન ઉત્તમ આસન ઉપર બેઠે. ક્ષણવાર બેસી, કથા પ્રસંગે મદન લલાટ ઉપર અંજલિ જોડી, અભયની યાચના કરી, વિનયથી બોલ્યો- સ્વામી ! તમારા પ્રસાદથી જાતિ, રૂપ અને કુળ વિગેરે તથા ભેગ ઉપભેગનાં સુખ મને પ્રાપ્ત થયાં, સર્વનું અવલોકન કર્યું, પણ કૈઇ પદાર્થ સ્થિર જોવામાં આવતા નથી, સંસારની સર્વ સ્થિતિ અનિત્ય લાગે છે. સ્વામી ! હવે કૃપા કરી આજ્ઞા આપે છે, હું મેક્ષ સુખને માટે પ્રયત્ન કરું, સંસારને નાશ કરનારી જૈન દિક્ષા હું ગ્રહણ કરૂં. આ સર્વે સંસાર અસાર અને દુઃખરૂપ છે. પ્રદ્યુમ્ન કુમારનાં આવાં વચન સાંભળી વસુદેવ તથા કૃષ્ણ વિગેરે સર્વ યાદવે શોકથી વ્યાપ્ત થઈ ગયા, મદન કુમારના સંબંધી અને સ્નેહી રાજાઓ મૂછ પામી, કાષ્ટવત્ થઈ રહ્યા. તેઓ મૃત્યુ પામી જાત, પણ તેમનું મરણ મૂછાએ અટકાવી રાખ્યું હતું. મૂછ શાંત થયા પછી, સર્વે સ્નેહથી આર્ટ થઈ મદન પ્રત્યે બોલ્યા–વત્સ! આજે આવો કઠિન કેમ થયો છું? બંધુ વર્ગને તાપ કરે, તેવાં વચન કેમ બોલે છે? વત્સ ! તારા મુખમાંથી આવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust