________________ 255 વિષયને છોડી, તેના બંધુઓએ વાર્યા છતાં તે નિ જૈન વનમાં ચાલ્યો ગયો. અહીં દ્વારકામાં કૃષ્ણ ભ| યથી એવી આવેષણ કરાવી કે, સર્વ જનેએ ધર્મ ધ્યાન કરવું, અને તપસ્યા આચરવી. એક વખતે સાયંકાલનો સમય થયો, ભવિષ્યના ભયથી આકુલ વ્યાકુલ એવી દ્વારકા નગરીને જોઈ, જાણે સૂર્ય રત અને પરોગમુખ થઈ ગયો હોય, તેમ દેખાવા લાગ્યો. કૃષ્ણને દુઃખ થવાનું છે, એમ વિચારી સૂર્ય અસ્તાચલ ઉપરથી સમુદ્રમાં પડી ગયો. આ વૃત્તાંત સાંભળી જાણે દુઃખી થઈ હય, તેમ કમલિની કમળરૂપ મુખને ગ્લાનિ પમાડી, ભમરાના મધુર સ્વરે રૂદન કરવા લાગી, સંધ્યારૂપ કસુંબી સાડી ઓઢી જાણે દ્વારકાના દાહને સૂચવતી હોય, તેમ રાત્રિ પ્રગટ થઈ. સુર્ય પર જતાં જાણે પક્ષીઓના શબ્દથી શેક કરતી હોય, તેવી સંધ્યા રત વસ્ત્ર પહેરી તેની પાછળ વિનાશ પામી ગઈ. અંધકારનાં પરમાણુઓ જાણે ભવિષ્યના અગ્નિના ધુમાડાના અંશ હોય, તેમ દશે દિશાઓમાં પ્રસરવા લાગ્યા, વિવેક અને ઉત્સાહ વગરનાં મનની જેમ મિથ્યા આભાસ કરનારું અંધકાર મેહજળની જેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust