________________ 242 બેસવાનું ઉત્તમ આસન ગોઠવ્યું હતું, આવા સમવસરણમાં જિનેંદ્ર ભગવંત મધ્ય આસને બીરાજમાન થયા. ચોસઠ પ્રમાણ ચામરથી તે વજાતા હતા, માથે ત્રણ છત્ર ધરવામાં આવ્યાં હતાં, સુર અસુરે તેમને વંદના કરતા હતા. તે સમવસરણમાં પ્રભુએ દેશના આપી. બ્રહદત્ત વિગેરે અગીયાર તેમના ગણધરે થયા. પ્રભુને કેવળજ્ઞાન થવાના ખબર સાંભળી દ્વારકાના સર્વ લે ત્યાં આવ્યા. કૃષ્ણ તથા સમુદ્રવિજય વિગેરે યાદવ, શિવાદેવી, દેવકી, રુકિમણી અને સત્યભામા વિગેરે સ્ત્રીઓ અને ઉગ્રસેન વિગેરે બીજાઓ ત્યાં આવ્યા. પ્રભુનું સમવસરણ જોઈ તેઓ વિસ્મય પામી ગયા. શ્રી જિનભગવંતને ત્રણ પ્રદક્ષિણા કરી, નમસ્કાર તથા સ્તુતિ કરી, તેઓ પિતાપિતાને યોગ્ય સ્થાનકે બેઠા. તે પછી પાંચ હજાર સ્ત્રીઓની સાથે રાજમાતી ત્યાં આવ્યાં. પ્રભુને વંદના કરી તેણીએ તેમની પાસે દીક્ષા લીધી, અને તે સર્વ સાધ્વઓમાં મુખ્ય થયાં. લેકેને ધર્મ સાંભળવાની ઈચ્છાવાળા જોઈ ‘વરદત્ત’ નામના મુખ્ય ગણધરે પ્રભુને કહ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust