________________ 238 હૃદયમાં વિચાર્યું કે, પ્રહસ્થાવાસ એ પાપનું કારણ છે. અહા ! જે દુષ્ટ હૃદયવાળા લેકે જીવના ઘાતક છે, તેઓ જીવહિંસાના પાપથી ઘર નરકમાં પડે છે. વનમાં ઘાસ ખાઈ કાલક્ષેપ કરનારા નિરપરાધી છેવને મારવા એ કેવું મહા પાપ ? કાંટા વાગવાના ભયથી સુભટ લેકે ચરણમાં ઉપાન પહેરે છે, તેઓ પાપ બુદ્ધિએ બિચારા નિરપરાધી પશુને બાણથી વિધી મારી નાંખે એ કેવી ક્રૂરતા? આ વિવાહેત્સવનું ફળ આવું ભયંકર હોય છે, તે વિવાહ શા કામને ? એ વિવાહથી થયેલા પાપના આરંભશ્ય સંસારને ધિક્કાર છે. આવું ચિંતવી એ મહાશય નેમિનાથે પોતાને રથ પાછો વાળ્યો. પેલા એકઠા થયેલા જીવને તેઓના વાડામાંથી છોડાવ્યા. શ્રી નેમિનાથ પાછા ફરી ચાલી નીકળ્યા. લેકાંતિક દેવતાઓ તેમની સાથે હતા. તેમને પાછા વળતા જોઈ કષ્ણ રથ પાસે આવ્યા, અને બેલ્યા–બબ્ધ ! ઉભા રહે. આ શું કરે છે ? વિવાહ કરે, અને મારું કલંક દૂર કરે. માતા પિતા વિગેરે બધાં વારવા લાગ્યાં–તથાપિ તેઓ પાછા ફર્યા નહિ, અને એક આસન ઉપર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust