________________ 23 ? રમવાની ઈચ્છા નથી, પછી તે સ્ત્રીઓએ નેમિમારને બલાત્કારે લીધા. નેમિકુમાર વનમાં આવ્યા. ગેપિકાતેઓ કેતુકથી ચિરકાળ સુધી કૃષ્ણની સાથે રમી. પછી તેમને નેમિકુમારને રમાડવાની સૂચના આપી. કૃષ્ણ ત્યાંથી બીજા વનમાં ચાલ્યા ગયા. પછી 'ગોપિકાએ નેમિમાર સાથે ક્રીડા કરવા માંડી. કેશર ચંદનથી સુગંધી જળયંત્ર છુટવા લાગ્યાં. સુંદર યુવતિઓ વૃક્ષ ઉપરથી પુષ્પ ગ્રહણ કરવાને મિષ કરી નેમિકુમારને સ્તન સ્પર્શ કરાવતી હતી. કૃષ્ણની રમણીઓ પિતાના દીયરને મોહ પમાડવા હાસ્ય કરી હાવભાવ કરતી હતી, અને તેમની સાથે અનેક ક્રીડા કરતી હતી. ક્ષણવાર પછી વાપિકામાંથી નીકળી નેમિફમારે જાંબૂવતીને કહ્યું–ભ્રાતૃપત્નિ ! આ મારું આધું વસ્ત્ર લ્યો, અને તેને નીચોવી જલ રહિત કરી છે. આ વચન સાંભળી જાંબુવતીને રીસ ચડી, તે બેલી–મઢ ! તમે આ શું બોલે છે ? તમારું આધ્ધ વસ્ત્ર નીચોવવાનું કામ મારૂં નથી. મને કહેતાં પણ તમને કેમ લજજા ન આવી? હું દ્વારકાપતિ કૃષ્ણની માયા રહિત રાણી છું. જે આવું કામ કરવાની તમારી ઈચ્છા હોય તે, યાચ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust