________________ 231 ઉપરથી પ્રભુના ચરણને ખેંચવા માંડ્યો, પણ તે જરા પણ હાલ્યો નહીં. કૃષ્ણ અત્યંત આકુળ - વ્યાકુળ થઈ ગયા. પિતાના બંધને ખેદ પામેલા જોઈ નેમિનાથ બેલ્યા–ભ્રાતા ! વૃથા મેહેનત કરો નહિ. મારા ડાબા હાથની કનિષ્ઠિકા [ ટચલી ] ( આંગળીને માત્ર છેડા. જિનેશ્વરના વચનથી કૃષ્ણ કેધ કરી ત્યાં વળગ્યા, અને બંને હાથવડે શક્તિથી મેહેનત કરવા લાગ્યા, તે વખતે શ્રીનેમિનાથે પિતાને હાથ ઉચા કરી કૃષ્ણને સભા વચ્ચે હીંચાલ્યા, અને સર્વને વિનોદ કરાવ્યો. તેથી કૃષ્ણ અંદર કેધથી અને ઉપરથી મધુર વચને કહ્યુંસભ્ય જનો ! મારા બંધનું કેવું ઉગ્ર બળ છે ? તે જુઓ. પછી કૃષ્ણ કપટથી હસતા હસતા પિતાને સ્થાને ગયા અને શ્રી નેમિનાથ પણ પિતાના મંદિર તરફ ચાલ્યા. સર્વ સભા વિસર્જન થઈ. હૃદયમાં ખેદ પામેલા કૃષ્ણ અને બલદેવ મનમાં ચિંતવવા લાગ્યા કે, આ નેમિનાથ બલવાન છે, તેથી આપણું રાજ્ય લઈ લેશે. આવું ચિંતવી તેમણે એક નિમિત્તિઓને એકતે બોલાવી, નેમિનાથનું સર્વ વૃત્તાંત જણાવી પુછ્યું કે, બલવાન નેમિકુમાર અમારું - - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust