________________ 220 પ્રતિદિન તેની પરમ શુશ્રુષા કરવા લાગી. આસન શયન, ભેજન અને વિલેપન વિગેરે વૈભવ સુખમાં તેને એવી મગ્ન રાખી કે, તે ગત કાળને પણ જાણતી ન હતી. કેટલાક દિવસો વીત્યા પછી કામીઓને કામ વધારનારે વસંત ઋતુનો સમય આવ્યો. વસંતના ઉત્સવમાં મદનનું ઉદ્દીપન થવા લાગ્યું, આમ્ર વૃક્ષ અને કિંશુક વૃક્ષ નવપલ્લવિત અને પુષિત થયાં, જમરાની ઝંકાર શરૂ થયા, કોકિલ મધુર શબ્દો ઉચરવા લાગ્યા, આથી વિરહી જનને નિરંકુશ દુઃખ થયું. તેમના તાવની શાંતિ માટે મલય પવન વાત હતો, કામદેવરૂપ અગ્નિ પ્રગટ થતાં લોકો નિર્લજજ થતા હતા. આવી કામોદ્દીપક વસંતઋતુ ખેલતાં ભાનુકુમારનો સહોદર બંધુ સુભાનુ મિત્રોના વૃંદ સાથે લઈ, વાહનમાં બેસી વનમાં રમવાને ગયો, વસંતની વન લીલાને નીરખતે રાજકુમાર વનમાં ફરતો હતે, બંદીજન તેની સ્તુતિ કરતા હતા. આ વખતે સ્ત્રીઓ હીંડોળા ઉપર બેસી કામદીપન ગીત ગાતી હતી, કંઠના માધુર્યથી મનોહર એવાં એ ગીત વિ. વિધ વિકારને ઉત્પન્ન કરતાં હતાં, તેને શ્રવણ કરી છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust